
મનોરંજન
અલ્લુ અર્જુનને પણ આવી તમાકુ જાહેરાતની મોટી ઓફર મળતા ખૂબ મોટી વાત કહી દીધી છે, અને સાથે સાથે પોતાના ચાહકો માટે પણ સંદેશો આપ્યો છે.
અક્ષય કુમારને વિમલ ઈલાઈચીની જાહેરાત માટે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે, આ દરમિયાન એવા અહેવાલ છે કે અલ્લુ અર્જુને તમાકુ બ્રાન્ડની ઓફર ફગાવી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અલ્લુ અર્જુનને તમાકુ કંપની દ્વારા ઘણા પૈસાની ઓફર કરવામાં આવી હતી. જો કે, તેણે આ ઓફર સ્વીકારી ન હતી કારણ કે તે નથી ઈચ્છતો કે તેના ચાહકોને કંઈપણ ખોટું કરવાની આદત પડે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા અમિતાભ બચ્ચન પણ એક પાન મસાલ કંપનીની જાહેરાતમાં હતા. બિગ બીએ આ કંપની સાથેનો તેમનો કોન્ટ્રાક્ટ ખતમ કરી નાખ્યો છે અને લીધેલી ફી પણ પરત કરી દીધી છે તેવી જાણ થતાં તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો.
પોતે તમાકુ ખાતો નથી
અલ્લુ અર્જુન સાથે જોડાયેલા એક એવા સમાચાર છે, જેને સાંભળીને તેના ફેન્સના દિલમાં તેનું સન્માન વધી જશે. પિંકવિલાના અહેવાલ મુજબ, અલ્લુ અર્જુનને તમાકુ કંપની દ્વારા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે મોટી રકમની ઓફર કરવામાં આવી હતી. જોકે અલ્લુએ આ ઓફર ઠુકરાવી દીધી હતી. અહેવાલ મુજબ, અલ્લુ અર્જુનની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, અલ્લુ અર્જુનને તમાકુની બ્રાન્ડ માટે જોરદાર ઓફર મળી હતી પરંતુ તેણે તેને નકારવામાં જરા પણ સમય લીધો ન હતો કારણ કે તે પોતે તમાકુ ખાતા નથી. તે નથી ઈચ્છતો કે તેના પ્રશંસકો આ એડ જોયા પછી આ પ્રોડક્ટ ખાવાનું શરૂ કરે, જેનાથી પાછળથી વ્યસન થઈ શકે.
હંમેશા સાચવવાનો સંદેશ આપો
સૂત્રએ કહ્યું કે ફિલ્મમાં ધૂમ્રપાન કરવું તેના હાથમાં નથી પરંતુ જ્યારે પણ શક્ય હોય ત્યારે તે તેનાથી દૂર રહેવાનો સંદેશ આપે છે. તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન પછી અજય દેવગન વિમલની એડમાં અક્ષય કુમાર સાથે જોડાયો છે. આ મુદ્દે ઘણા લોકોએ તેને ટ્વિટર પર ટ્રોલ કર્યો હતો. સેન્સર બોર્ડના પૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાનીએ પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે.
નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
BIG BREAKING : લાઉડસ્પીકર વિવાદને લઈને આવ્યા મોટા સમાચાર : મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય
રોકીભાઈની ‘KGF Chapter 2’ ની ‘RRR’ ને ધોબીપછાડ, 4 દિવસમાં 550 કરોડથી વધુની કમાણી
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે