
બનાસકાંઠા
ડીસાના ઢુવા ગામનો હોમગાર્ડ દારૂ વેચતો પકડાયો
Caught Selling Liquor : બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઢુવા ગામે રહેતો જયંતીજી ઠાકોર હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવે છે. તે અને તેની પત્ની પોતાના રહેણાંક ઘરે દારૂ લાવી વેચતા હોવાની બાતમી મળતા બનાસકાંઠા એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી અને ઢુવા ગામે તેના ઘરે રેડ કરતા જયંતિ ઠાકોર તેમજ તેની પત્ની બંને હાજર હતા. પોલીસે તપાસ કરતા રહેણાંક મકાનની બાજુમાં ભેંસો બાંધવાના તબેલામાં મગફળીના ભુસા નીચે સંતાડેલા દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે નાની મોટી કુલ 4155 રૂપિયાની કિંમતની 47 દારૂની બોટલ જપ્ત કરી હતી. પોલીસે તેમની પાસેથી મોબાઈલ સહિત 10 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે આ મામલે પ્રાથમિક પૂછપરછ કરતા જયંતિ ઠાકોરને વડગામનો કુલદીપસિંહ નામનો વ્યક્તિ તેની સેન્ટ્રો ગાડીમાં હોમ ડિલિવરી કરી દારૂનો જથ્થો આપી જતો હતો. તે તેની પત્ની પાસે દારૂનું વેચાણ કરાવતો હોવાનું જાણવા મળતા પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા