
સુરેન્દ્રનગર
Poison Drunk : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા મોત થયુ હોવાનો પરિવારનો આક્ષેપ.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ચોરાપા શેરીમાં રહેતા 40 વર્ષના વિજયભાઇ રમેશભાઈ દાદરેચાએ વ્યાજ ખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવતા ચકચાર મચી હતી ત્યારે પરિવારના લોકોને જાણ થતાં વિજયભાઇને પ્રથમ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ખસેડાયો હતો અને સારવાર હોસ્પિટલમાં આપી હતી ત્યારે વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવતા હતા તે દરમિયાન રસ્તામાં જ મોત થઇ ગયું હતું.
ત્યારે પરત પોસ્ટમોર્ટમ અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ મળતી માહિતી મુજબ પરિવારના જણાવ્યા પ્રમાણે ચારથી પાંચ શખ્સો દ્વારા વ્યાજે આપેલા રૂપિયા માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાનો તેમજ બે દિવસ માર પણ મારવામાં આવ્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ હતો આ બાબતે લીંબડી પોલીસને જાણ થતાં પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી મ્રુતકના પરિવારજનની ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Gujarat Election : નારાજ હાર્દિક પટેલને શું રાહુલ ગાંધી મનાવશે? કરી શકે છે મુલાકાત
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે