Saturday, October 8, 2022

Home તાજા સમાચાર AAP Protest : પાલનપુર પાલિકાનો આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ

AAP Protest : પાલનપુર પાલિકાનો આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ

0
AAP Protest : પાલનપુર પાલિકાનો આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા

પાલનપુર પાલિકાનો આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ

વરસાદના ભરાયેલા પાણીમાં કમળની નાવ તરતી મૂકી

AAP Protest : પાલનપુરના સુખબાગ વિસ્તારમાં રોડ વચ્ચે ભરાયેલા ઢીંચણ સમા વરસાદી પાણીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપનું ચિન્હ કમળની નાવ પાણીમાં તરતી મૂકી ભાજપ શાસિત પાલિકા સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે.અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે. વિધાનસભાની ચૂંટણીના ભણકારા વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ભાજપ સામે આમ આદમી પાર્ટીનો અનોખો વિરોધ જોવા મળ્યો છે.

ગઈકાલે રાત્રે પાલનપુરમાં પડેલા એક ઇંચ વરસાદના કારણે પાલનપુરના સુખબાગ વિસ્તારમાં ઢીંચણ સમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે હાઇવેથી શહેરમાં જવાના રસ્તા પરથી વાહનચાલકો તેમજ સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એકત્ર થઈ સુખબાગ વિસ્તારમાં રસ્તા પર પડેલા ઢીંચણ સમા પાણીમાં ઉતરી ભાજપનું ચિન્હ કમળની નાવ પાણીમાં તરતી મૂકી વિરોધ કર્યો હતો. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ના હોઇ પાલનપુર પાલિકા વરસાદી પાણીનો નિકાલ સત્વરે કરે તેવી માંગ કરી છે.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Gujarat Election : તો આ છે ગુજરાતમાં કેજરીવાલની યોજના, ભાજપ કરતાં કોંગ્રેસને વધુ નુકસાન
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા
Maharashtra Politics : મહારાષ્ટ્રમાં આજથી શિંદે જૂથની ખરી કસોટી, સ્પીકરની ચૂંટણી અને ફ્લોર ટેસ્ટ પર નજર
FASTAG Fraud : ગાડીની સફાઈ કરનારાઓથી સાવધાન, તમારું બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Accused Arrested : ડીસાના ધનાવાડા ગામે મહિલાનું મકાન સળગાવનાર ઈસમ પકડાયો

બનાસકાંઠા ડીસાના ધનાવાડા ગામે મહિલાનું મકાન સળગાવનાર ઈસમ પકડાયો Accused Arrested : ડીસાના ધનાવાડા ગામે મહિલાનું મકાન સળગાવનાર ઈસમ પકડાયો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ધનાવાડા...

Dussehra Festival : ગોધરા શહેરમાં દશેરાને લઈ રાવણ દહનની તૈયારીઓને આખરી ઓપ

પંચમહાલ https://youtu.be/rq7EneNkTxA ગોધરા શહેરમાં દશેરાને લઈ રાવણ દહનની તૈયારીઓને આખરી ઓપ Dussehra Festival : માં અંબાના આરાધનાનો પર્વ નવરાત્રિ મહોત્સવના સમાપન સાથે અસત્ય પર સત્યના વિજયનું મહાપર્વ...

Death or Murder : મૃતક યુવાનને ન્યાય મળે એ માટે ગ્રામજનો દ્વારા ઉમરપાડા મામલતદારને...

ઝઘડિયા https://youtu.be/WRBQ2yoDZmU ઉમરપાડા મામલતદારને મૃતક યુવાન સંજયભાઈ રમેશભાઈ વસાવાને ન્યાય આપવા બાબત કલેક્ટર, ગુજરાતના રાજ્યપાલ અને મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું. Death or Murder :વાડવા ગામના...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us