
કચ્છ
નરાધમ મુસ્લિમ યુવકે ઘડુલીની માલધારી રબારી સમાજની કુંવારી યુવતીને ગર્ભવતી બનાવી
આઠ માસનો ગર્ભ રહી જતાં તેની સામે ફોજદારી નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. કુંવારી યુવતિ માતા બનતા તબીબોએ પોલીસને જાણ કરી હતી જેથી નખત્રાણા પોલીસે દયાપર પોલીસ મથક ખાતે આગળની કાર્યવાહી હાથ ધરવા જણાવાયું હતું.
યુવતી ઘડુલી ગામની અને યુવક અસલમ મુબારક રમધાન સુમરા રહે, લાખાપર ગામના હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું. તો પરીજનોએ આક્ષેપ કર્યો હતો કે બળજબરીથી તેને ધાકધમકી આપી તેના પર એક વર્ષમાં દસ વખત બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી હતી.
કુંવારી યુવતિ માતા બની જતા સમાજમાં ભારે આક્રોષ ફેલાયો હતો. આ મુદ્દે દયાપર પોલીસ મથકે આજે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.