
તાપી
તાપી જિલ્લાના વ્યારા ખાતે આદિવાસીઓના વિવિધ મુદ્દે નિરાકરણ લાવવા માટે ઠરાવ પસાર કરી આદિવાસી મહાપંચ ગઠન કરવામાં આવ્યું.
Tribal News : તાપી જિલ્લાના વ્યારા ખાતે દક્ષિણાપથ ગ્રાઉન્ડ પર વિવિધ આદિવાસી સમાજ સંગઠનોના આગેવાનોની ઉપસ્થિતિમાં આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ દબદબાભેર યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત આદિવાસી સંસ્કૃતિ મુજબ પુંજા વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલ આદિવાસી બાળાઓએ આદિવાસી સાંસ્કૃતિક નાચગાન પ્રસ્તુત કરી કાર્યક્રમમાં પધારેલ તમામ લોકોના દિલ જીતી લીધા હતા. આ યોજાયેલ આદિવાસી મહાપંચ કાર્યક્રમમાં આદિવાસી મહાપંચનુ ગઠન કરવામાં આવ્યું હતું અને આદિવાસી મહાપંચમાં વિવિધ આદિવાસી સંગઠનોમાંથી કુશળ કામગીરી કરી શકે એવા આગેવાનોનો સમાવેશ કરવામાં આવશે અને ગુજરાત રાજ્ય તમામ આદિવાસી જીલ્લાઓ અને તાલુકાઓ તેમજ ગ્રામ્ય કક્ષાએ પણ મહાપંચ દ્વારા રૂઢિગ્રામ સભા હેઠળ પંચોની ગઠન કરવામાં આવશે.
મહાપંચનું ગઠન એટલાં માટે કરવામાં આવ્યું છે કે ૧૯૯૬ પેસા એક્ટ અમલમાં ન આવ્યો હતો. એ પહેલાં આદિવાસી શિડયુઅલ એરિયા એટલે કે ઉમરગામથી અંબાજીનો આદિવાસી પૂર્વ પટ્ટીના તમામ જીલ્લાઓમાં અને એમને લાગું તાલુકાઓ અંતર્ગત આવતા ગામોમાં રૂઢિગ્રામ સભા હેઠળ પંચો જ નિર્ણય કરતા હતા અને ગામોમાં સરકારી કામગીરી હોય પોલીસ પ્રશાસન ને લગતી કામગીરી હોય તો એના માટે પહેલાં ગામ પંચો સાથે સલાહ પરામર્શ કરવામાં આવતી હતી.
એવું પણ કહેવામાં આવે છે કે આદિવાસીઓને મળેલા સંવૈધાનિક અધિકારો મુજબ એક પોતાની ગ્રામ્ય લેવલે રુઢિગ્રામ સભા ગઠન કરી શકે છે અને એમની જરૂરિયાત મુજબ ની રજૂઆત ટ્રાયબલ એડવાયઝરી કમિટી સમક્ષ કરવામાં આવે, એવું પણ કહેવામાં આવે છે કે ટ્રાયબલ વિસ્તારમાં ચુંટણી ગેરબંધારણીય છે. આ બધા પ્રશ્નોના નિરાકરણ માટે મહાપંચ કામગીરી કરશે અને આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓની વિસ્થાપન થઈ રહ્યું છે જે બાબતે આ ગઠિત મહા સભા ટ્રાયબલ એડવાયઝરી કમિટી અને ભારત દેશના આદિજાતિ આયોગ સુધી પહોંચાડશે.
આ યોજાયેલ આદિવાસી મહાપંચના કાર્યક્રમમાં વિવિધ આદિવાસી સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય પ્રમુખ શ્રી ડૉ પ્રદીપ ગરાસિયા, ભીલ ફેડેરેશન ઓફ ઈન્ડિયા પ્રમુખ ઉત્તમભાઈ વસાવા, આદિવાસી લેખક અને કવિ ડૉ. જીતેન્દ્ર વસાવા, દમયંતીબેન ચૌધરી, અમરસિંહ ચૌધરી, વાસંદાના ધારાસભ્ય અંનત પટેલ, ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના ના જીલ્લા અને તાલુકા ના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ કાર્યકર્તાઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Examination Scam : વિધુત સહાયક ઓનલાઇન પરીક્ષા કૌભાંડ : કોમ્પ્યુટર લેબ ઈન્ચાર્જ સહિત 6 ઝડપાયા
Dhirendra Shastri : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અંબાજીની મુલાકાતે
Mini Bus Starts : ડીસા ST ડેપોમાં બે નવી મીની બસોનું લોકાર્પણ, ધારાસભ્યએ જાતે બસ ચલાવી
Controversy of 2000 Rupee : અંબાજી ગ્રામ પંચાયતના કામદારે 2000 ની નોટ ન સ્વીકારતા હોબાળો
Bahujan Army Protest : ગાંધીધામમાં અલગ અલગ વિસ્તારમાં વેચાતા ધૂમ દેશીદારૂના હાટડાઓ વિરુદ્ધ બહુજન આર્મી મેદાને