Saturday, May 21, 2022

Home ગુજરાત અક્ષય કુમાર ફરી ફસાયો ટ્રોલર્સના જાળમાં, માફી બાદ જુઓ યુઝર્સે શું પાઠ ભણાવ્યો?

અક્ષય કુમાર ફરી ફસાયો ટ્રોલર્સના જાળમાં, માફી બાદ જુઓ યુઝર્સે શું પાઠ ભણાવ્યો?

0
અક્ષય કુમાર ફરી ફસાયો ટ્રોલર્સના જાળમાં, માફી બાદ જુઓ યુઝર્સે શું પાઠ ભણાવ્યો?
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

મુંબઈ

અક્ષય કુમાર ફરી ફસાયો ટ્રોલર્સના જાળમાં, અક્ષયની માફી બાદ જુઓ યુઝર્સે શું કહ્યું?

અક્ષય કુમારે વિમલની એડ બાદ જે પ્રમાણે તેનું ટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, તેને લઈને તેણે સોશિયલ મીડિયા પર યુઝર્સની માફી માંગી હતી, અને હવે પછી આ પ્રકારની જાહેરાત નહીં કરું એવું પણ જણાવ્યું હતું. પરંતુ, યુઝર્સ છે કે અક્ષયને માફ કરવાના મૂડમાં લાગી રહ્યા નથી. અક્ષયની માફી બાદ ફરીથી યુઝર્સ દ્વારા અક્ષયને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. યુઝર્સે અક્ષયની માફી બાદ કહ્યું કે – ‘બાપ બડા ના ભૈયા, સબસે બડા રૂપય્યા’

અક્ષય કુમાર તમાકુની જાહેરાત કર્યા બાદ ટ્રોલર્સના નિશાને ચડી ગયો છે. જો કે, અક્ષયે તેની જાહેરાત અંગે સોશિયલ મીડિયા પર માફી પણ માગી લીધી છે, પરંતુ યુઝર્સ તેને માફ કરવાના મૂડમાં નથી. યુઝર્સનું માનવું છે કે અક્ષયે તરત જ આ કોન્ટ્રાક્ટ પૂરો કરી દેવો જોઈએ અને લીધેલી ફી પણ આપી દેવી જોઈએ.

અક્ષયે માફીનામામાં કહ્યું હતું, ‘હું મારા દરેક ચાહકો તથા શુભેચ્છકોની માફી માગું છું. છેલ્લા ઘણા દિવસોથી તમારી પ્રતિક્રિયાએ મને હલાવી નાખ્યો છે. હું તમાકુનું સમર્થન કરતો નથી. તમે દરેકે જે પ્રમાણે વિમલ ઇલાયચીની સાથે મારા જોડાણ અંગે તમારી ભાવના વ્યક્ત કરી એનું હું સન્માન કરું છું. હું પૂરી વિનમ્રતાપૂર્વક આ એડમાંથી પાછળ હટું છું અને મેં જાહેરાતમાંથી મળનારી પૂરી રકમને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. કાયદાનુસાર આ જાહેરાત ચોક્કસ સમયમર્યાદા સુધી પ્રસારિત કરવાનો કોન્ટ્રેક્ટ છે. જો કે ભવિષ્યમાં હું સાવચેત રહેવાનું પણ વચન આપું છું.’

શા માટે ફરીથી ટ્રોલ થયો અક્ષય?

જાહેરાતમાંથી મળનારી રકમનું ડોનેશન કરવાનું નિવેદન અક્ષય કુમારે આપ્યું છે. અને કાયદાનુસાર આ જાહેરાત ચોક્કસ સમયમર્યાદા સુધી પ્રસારિત થશે. જો કે, યુઝર્સને અક્ષયની માફીનામાની આ બે લાઇનથી ખૂબ જ નવાઈ લાગી હતી. અને તેને કારણે જ તેને ફરીથી ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.


શું કહ્યું ટ્રોલર્સે?

સોશિયલ મીડિયા પર યુઝર્સે કહ્યું કે આ ફંડ PM કેર ફંડમાં દાન કરતો નહીં. બીજાએ કહ્યું, ‘શું ફાયદો સર એડ તો ચાલશે જ ને. ફાયદો તો ત્યારે થાત જ્યારે જાહેરાત બંધ કરાવી દીધી હોત અને પૈસા પણ પરત કર્યા હોત.’ તો અન્ય એક યુઝર્સે કહ્યું, ‘તમે કોન્ટ્રાક્ટ કેન્સલ કેમ નથી કરાવતા, કેમ બ્રાન્ડને કહી નથી શકતા કે જાહેરાત ટેલિકાસ્ટ ના કરે. ફી પરત કરવામાં કેમ ડર લાગે છે? બાપ બડા ના ભૈયા, સબસે બડા રૂપય્યા.’ આમ, ટ્રોલર્સ દ્વારા ફરી એક વખત અક્ષયને ટ્રોલ કરાતા તેની હવે શું પ્રતિક્રિયા રહેશે તે જોવું રહ્યું.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

BIG BREAKING : લાઉડસ્પીકર વિવાદને લઈને આવ્યા મોટા સમાચાર : મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય
રોકીભાઈની ‘KGF Chapter 2’ ની ‘RRR’ ને ધોબીપછાડ, 4 દિવસમાં 550 કરોડથી વધુની કમાણી
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

વિદેશી તથા દેશી દારૂ બનાવતા/વેચાણ કરતા ઇસમો પર કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ...

એલ.સી.બી. માં નવનિયુક્ત પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એન.રાણા એલ.સી.બી.નાઓની ચાર્જ સાંભળતા ની સાથે દેશીદારૂ વેંચતા બુટલેગરો પર તવાઈ. રાણા સાહેબ ની આગેવાનીમાં અલગ અલગ ટીમો દ્વારા દેશી...

જામનગર ના નાની લાખાણી ગામે કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ નો સન્માન સમારોહ યોજાયો

જામનગર 14.5.22 ના રોજ નાની લાખાણી ગામે ગુજરાત રાજ્ય ના કેબિનેટ કૃષિ મંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલ ના સન્માન સમારંભ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા...

પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ...

પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક ઝડપાઇ. એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ કરી રાજ્યમાં ડ્રગ્સ પકડાવાના સિલસીલા વચ્ચે પાલનપુર-ડીસા હાઈવે પરથી બનાસકાંઠા...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us