
સુરત
માંડવી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપ પર ભષ્ટ્રાચાર કર્યા હોવાની રાવ.
– તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા શંકરભાઈ ચૌધરીએ સરકારના નાણાંનો દૂર ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ.
– કારોબારી અધ્યક્ષ પ્રવીણભાઈ ચૌધરીએ ભાજપ પક્ષનો કર્યો લુલો બચાવ કરી મામલો થાળે પાડ્યો.
માંડવી : માંડવી તાલુકા પંચાયતની સમાન્ય સભા મંગળવારે યોજના સહ તાલુકા વિકાસ ઇન્ચાર્જ અધિકારી ચંદ્રકાંતસિંહ પઢીયારના અધ્યક્ષતામાં મળી હતી.જેમાં સન 2022-23 ના 15 માં નાણાંપંચમાં વિકાસના કામો માટે આયોજન કરવામાં આવ્યું હતું. અને નરેગા યોજનામાંથી 30 લાખના 50 જેટલા વિકાસના કામો કરાયા છે. જ્યારે 65 લાખના 1350 જેટલા કામો પ્રગતિ હેઠળ છે.તેમજ જિલ્લા પંચાયતની ગ્રાંટમાંથી નાણાં ઉચાપત થયા હોવાનો આક્ષેપ વિરોધપક્ષના નેતા શંકરભાઈ ચૌધરીએ કર્યો હતો.
Allegation of Corruption : માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજાતા 19 જેટલી જર્જરિત આંગણવાડીની દરખાસ્ત કરવામાં આવી હતી. અને 15 નાણાં પંચ માંથી વિકાસના કામોનું આયોજન કરાયું હતું. ત્યારબાદ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ પ્રમુખ શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું.કે પીપરીયા ગામ સન 2017-18માં વિલેજ ગામ તરીકે પીપરીયા ગામની પસંદગી થતા તે સમયે તમામ વિકાસના કામો કરવામાં આવ્યા છે. અને જે તે ગામની વિલેજ ગામ તરીકેની પસંદગી કરાય છે.તે માટે સરકાર રૂ.1કરોડની ગ્રાંટ આપે છે.અને મનરેગા યોજના માંથી રૂ.4 કરોડ મળી કુલ રૂ.5 કરોડની ગ્રાંટની ફાળવણી કરતા તમામ કામો કરવામાં આવ્યા હતા. ઉપરાંત સન 2019 -20માં કમલાપોર, ઉમરખડી, ખંજરોલી, પીપરીયા આ ચાર ગામોના વિકાસ લક્ષીકામો પેવર બ્લોક, તથા સી.સી.રોડ વગેરે કામો કરવામાં આવ્યા હતા.પરંતુ સન 2021-22 એના એ જ કામો ફરી બતાવી જિલ્લા પંચાયત માંથી ફાળવણી કરાયેલી ગ્રાંટના નાણાં ઉચાપત કર્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસ પક્ષે મુદ્દો ઊંચક્યો હતો.આમ ચાર ગામોની કુલ રૂ.20 લાખ જેટલી રકમ કામ કર્યા વગર ઉપાડી લીધા હોવાનું આક્ષેપો કર્યા હતા.જેની યોગ્ય તપાસ થવી જોઈએ તેવી માંગ કરી હતી. જે બાબતે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રવીણભાઈ ચૌધરીએ ભાજપ પક્ષ તરફેણ લુલો બચાવ કરતા મામલો થાળે પાડ્યો હતો. આ સામાન્ય સભામાં ઉપપ્રમુખ આતીષ ચૌધરી, તાલુકા પંચાયતના તમામ સભ્યો, કર્મચારીગણ હાજર રહ્યા હતા.
યોજના સહ તાલુકા વિકાસ ઇન્ચાર્જ અધિકારી ચંદ્રકાંતસિંહ પઢીયારએ જણાવ્યું હતું કે જો જિલ્લા પંચાયત માંથી ચાર ગામોને ફાળવણી કરાયેલી અંદાજીત રકમ રૂ.20 લાખ રકમ બાબતે જે કોંગ્રેસના વિરોધપક્ષના નેતાએ સામાન્ય સભામાં રજુઆત કરી છે. તે બાબતે તેની ફાઇલની ચકાસણી કરવામાં આવશે.અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે. જેની યોગ્ય તપાસ કરવામાં આવશે.
નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Gujarat Election : નારાજ હાર્દિક પટેલને શું રાહુલ ગાંધી મનાવશે? કરી શકે છે મુલાકાત
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે