
સુરત
સરપંચ દેવુ ચૌધરીના સાગરીતો દ્રારા મચ્છીમારોને ઢોર માર મારતાં ધરપકડ કરાવવા BTTS દ્વારા મામલતદારને આવેદનપત્ર
સરપંચ દેવુ ચૌધરીની ધરપકડ કરવામાં ન આવે તો બિરસામુંડા માર્ગે સખત આંદોલન કરવાની BTTS ની ચીમકી
BTTS Protest : બારડોલી : સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મિઢોળ નદી કિનારે તા.૧૮/૮/૨૦૨૩ ના રોજ સાંજે ૦૭-૦૦ કલાકે ડાંગના આદીવાસી માછીમારો માછલી પકડવા ગયાં હતાં. તેમને તેન ગ્રામ પંચાયતના સરપંચ તથા ભાજપના આગેવાન દેવુ ચૌધરીના સાગરીતો દ્વારા માછીમારોને ઢીક્કામૂકીનો માર મારવામાં આવ્યો હતો. વારંવાર અમે ચોર નથી કહેવા છતાં દેવુ ચૌધરીના સમર્થકોએ સોસાયટીમાં લઈ જઈ થાંબલે બાંધીને સખત માર મારી ચોરનો આરોપ લગાવી પોલીસ સ્ટેશને લઈ ગયાં હતાં.
તે બાબતે માછીમારો દ્રારા પોલીસ સ્ટેશનમાં દેવુ ચૌધરી તથા તેમના સાગરીતો સામે એફઆઈઆર ને ૬-૭ દીવસો થવા છતાં પોલીસે દેવુ ચૌધરીની ધરપક્ડ ન કરાતાં ભારતીય ટ્રાયબલ ટાઈગર સૈના દ્રારા મામલતદારને આવેદનપત્ર આપવી જણાવ્યું હતું કે જો આરોપીઓને વહેલીતકે ધરપકડ કરવામાં ન આવે તો બિરસામુંડા માર્ગે સખત આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. તેમાં બીટીટીએસ પ્રમુખ બારડોલી તાલુકાના નિલેશ રાઠોડ, વાલીયા તાલુકા અજિતભાઈ, ઉમેશભાઈ, માંગરોલ બીટીટીએસ પ્રમુખ બાલુભાઈ, ડાંગ બીટીટીએસ જિ.પ્રમુખ નિલેશ ઝાબરે તેમજ બીટીટીએસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
તેન ગામના સરપંચ દેવુ ચૌધરી તેમજ તેમના પત્ની તાલુકા પંચાયતના સભ્યો છે. રાજકીય વગ ધરાવતાં હોવાથી પોલીસે હજુ સુધી આરોપી સરપંચ તેમજ અન્ય કાર્યકરોની ધરપક્ડ કરવામાં આવેલ નથી.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Chandrayan-3 : ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગથી ડીસામાં આતશબાજી
Independence Day Celebration : કચ્છમાં માંડવી શહેરમાં 77 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
Proud Work by 108 Ambulance Team : દુર્ગમ વિસ્તારમાં પણ 108 એમ્બ્યુલન્સની કબીલેદાદ કામગીરી
Election in Gujarat : ગુજરાતમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની પેટાચૂંટણીની તારીખો જાહેર