Saturday, March 25, 2023

Home ઉત્તર ગુજરાત જુનાડીસામાં છ’રીપાલક સંઘ નિમિતે ગૃહ મંત્રીનું આગમન

જુનાડીસામાં છ’રીપાલક સંઘ નિમિતે ગૃહ મંત્રીનું આગમન

0
જુનાડીસામાં છ’રીપાલક સંઘ નિમિતે ગૃહ મંત્રીનું આગમન
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

જુનાડીસામાં છ’રીપાલક સંઘ નિમિતે ગૃહ મંત્રીનું આગમન

ધર્મનગરી જુનાડીસાથી જીરાવલા છ’રીપાલક સંઘનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જે નિમિત્તે ગામના પનોતા પુત્ર અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ ગામમાં પધાર્યા હતા અને મહારાજ સાહેબના આશીર્વાદ મેળવી સંઘના તમામ કામમાં ખડેપગે રહેવાની ખાતરી આપી ગામલોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.


બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા નજીકના જુનાડીસા ગામના જૈન શ્રેષ્ઠીઓ વ્યવસાય અર્થે દેશ વિદેશમાં સ્થાઈ થયા છે પરંતુ તેઓ માદરે વતનનું ઋણ ચૂકવવા સદાય અગ્રેસર રહે છે.

હાલમાં ગામના તારાબેન રસિકલાલ શેઠ પરિવાર તરફથી જુનાડીસાથી જીરાવલા તીર્થ ધામના છ’રીપાલક સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. જે નિમિતે ગઈકાલે ગામના તમામ સમાજના ભાઈ બહેનોને ભોજન પીરસવામાં આવ્યું હતું.હવે

આજે સવારે ૧૦૮૦ કી. મી.ના છ’રીપાલક સંઘનું પ્રસ્થાન થનાર છે. ત્યારે બપોર બાદ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ માદરે વતન આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું દબદબાભેર સ્વાગત કર્યું હતું.તેમણે સંઘના આયોજન બદલ આયોજક પરિવારને બિરદાવી માદરે વતનમાં આવવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. આયોજક પરિવારે પણ તેમનો ઋણ સ્વીકાર કર્યો હતો.

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us