
નર્મદા
નાંદોદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ નો ભાજપના ઉમેદવારના પ્રચાર માટે ભવ્ય રોડ શોમાં હજારો ની સંખ્યામાં જનમેદની ઉમટી.
નાંદોદ ભાજપના ઉમેદવાર ડૉ દર્શનાબેન દેશમુખના પ્રચાર પ્રસાર માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ નો ભવ્ય રોડ શોમાં હજારો ની સંખ્યામાં સમર્થકો તેમજ કાર્યકરો જોડાયા.
રોડ શો માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આવવાના હોવાથી રથયાત્રા માટે ના રથને કેસરીયા કલરથી સુશોભિત કરવામાં આવ્યો હતો.
નાંદોદ ખાતે અમીત શાહ આવવાથી રાજનૈતિક પંડિતો મુંઝવણમાં મુકાયા કેમકે અત્યાર સુધી આપ અને કોંગ્રેસ વચ્ચે ચુંટણી જંગ જામશે. એવી રાજનૈતિક પંડિતોની ગણિત ખોટું સાબિત થઈ શકે એમ છે. આજના ડૉ. દર્શનાબેન દેશમુખના સમર્થન માં પ્રચાર પ્રસાર માટે યોજાયેલા રોડ શો થી તો એવું જ લાગી રહ્યું છે કે ભાજપનું જ પલ્લું ભારે રહેશે એમ જણાય રહ્યું છે.
ભલે રાજનૈતિક પંડિતો નું ગણિત અને અનુમાન જે હોય તે પરંતુ આદિવાસી વિસ્તાર હોવાથી પુરેપુરો દારોમદાર આદિવાસી મતદાતાઓ પાસે જ રહેલો છે. જે પાર્ટી આદિવાસી સમાજને પોતાની તરફેણમાં કરી શકશે એની જીત નક્કી થાય એમ છે.
આદિવાસી સમાજના ઘણા મુદ્દાઓ છે જેના પર હાલની ચાલુ રાજ્ય સરકાર ખરી ઉતરી નથી. જેથી આદિવાસી સમાજમાં રાજય સરકાર પ્રત્યે ઘણો રોષ જોવા મળી રહ્યો છે.
ભલે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ભવ્ય રોડ શો કરવામાં આવ્યો હોય પરંતુ આ બેઠક પર આદિવાસી સમાજના મતદારો જ ભવિષ્યના ધારાસભ્ય નુ ભાવી નક્કી કરશે. આ વાત ૮ ડિસેમ્બર ના રોજ સ્પષ્ટ થઈ જશે.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા