
સુરત
સુરત શહેરમાં પ્રેસ રિપોર્ટર પર હુમલાને રોકવામાં પોલીસ તંત્ર નિષ્ફળ
Attack on Press Reporter : આજ રોજ મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં એક ન્યૂઝના પ્રેસ રિપોર્ટર નૈતિક રેશમવાળા પર તેનાં જ અડાજણ વિસ્તારનાં સૂર્યા ફ્લેટ્સના પ્રમુખ અને તેના છોકરા દ્વારા નજીવી પાર્કિંગ બાબતે ઝઘડો કરી હાથાપાઈ કરવામાં આવી. અને પ્રમુખ દ્વારા રિપોર્ટર નૈતિક રેશમવાળાને અપશબ્દો પણ બોલવામાં આવ્યાં. આ ઘટનામાં નૈતિક રેશમવાળાને છાતીમાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેને સુરત સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
હુમલાખોર પિતા અને પુત્ર કેમેરામાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. હવે તો પ્રેસ રિપોર્ટર પણ હુમલાખોરોથી સુરક્ષિત રહ્યા નથી. આ ઘટના બાદ પોલીસ પ્રશાસન શુ કાર્યવાહી કરે છે, તે હવે જોવું રહ્યું.
રિપોર્ટર : મિતેષ પાંડવ