
રાષ્ટ્રીય
ધ કશ્મીર ફાઈલ્સને લઈને યોગ ગુરુ બાબા રામદેવ દ્વારા એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. Times Now સાથે વાત કરતી વખતે ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ વિષે જ્યારે તેમને પુછવામાં આવ્યું ત્યારે બાબા રામદેવે કહ્યું કે, આ ફિલ્મે હવે ખૂબ કમાણી કરી લીધી છે. તો હવે આ ફિલ્મને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે, યૂટ્યૂબ, ફેસબુક વગેરે પર અપલોડ કરી દેવી જોઈએ. જેથી કરીને દેશના તમામ લોકોને માલૂમ પડે કે 1990 ના દાયકામાં કશ્મીરમાં શું થયું હતું ? આ સાથે જ બાબા રામદેવને ફિલ્મ જોવા મામલે જ્યારે પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે, તેમણે કહ્યું કે સમયના અભાવને કારણે આ ફિલ્મ હજી સુધી જોઈ નથી. પરંતુ એ જરૂર સાંભળ્યુ છે, કે આ ફિલ્મમાં કશ્મીરી પંડિતોની પીડાને પ્રદર્શિત કરી છે.
ફિલ્મ મામલે જ્યારે બાબા રામદેવને પુછવામાં આવ્યું, કે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વાતને રિપીટ કરી રહ્યા છો. ત્યારે બાબા રામદેવ દ્વારા જણાવવામાં આવ્યું કે, હું રાજનીતિક ભાષાને નથી જાણતો. પછી એ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આપ હોય. હું જે પણ કહું છે, તે એક સામાન્ય વ્યક્તિના દ્રષ્ટિકોણથી જ વાત કરું છું. હું ઈચ્છું છું કે સૌ કોઈ આ ફિલ્મને જુએ, અને જાણે કે કેવી રીતે કશ્મીરી પંડિતોનો નરસંહાર કરવામાં આવ્યો હતો.
તો અંતે હવે ભારતના યોગ ગુરુ બાબા રામદેવે પણ ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ને લઈને તેમના મનની વાત સૌ કોઇની સમક્ષ માંડી છે. શું બાબા રામદેવ આમ આદમી પાર્ટીની ભાષા બોલી રહ્યા છે, શું બાબા રામદેવ અરવિંદ કેજરીવાલની વાતને સમર્થન આપી રહ્યા છે ? શું બાબા રામદેવ ભવિષ્યમાં આમ આદમી પાર્ટી જોઇન કરશે ? જેવા ઘણા પ્રશ્નો Times Now દ્વારા લેવામાં આવેલા આ ઇન્ટરવ્યૂ બાદ બાબા રામદેવ પર ઉપસ્થિત થયા છે. આ મામલે આપ સૌનું શું કહેવું છે, તે પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો.
નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
ગુજરાત રાજકારણમાં ભૂકંપ : આદિવાસી નેતા મહેશ વસાવા અને કેજરીવાલ વચ્ચે થઈ બેઠક
કશ્મીર પ્રીમિયર લીગ વિવાદ : હર્ષલ ગિબ્સે લગાવ્યો જય શાહ પર ધમકી આપવાનો આરોપ
મોદી સરકારનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય : ગરીબ કલ્યાણ અન્નયોજનાની મુદતમાં કરાયો વધારો
એક અમાનવીય ઘટના : એક બાપે દીકરીના મૃતદેહને ઊંચકીને 10 કિલોમીટર ચાલવું પડ્યું !