Saturday, October 8, 2022

Home ગુજરાત Motivational News : ‘મન હોય તો માળવે જવાય’ આ કહેવતને ભાવનગરના કે.વ.શાળાના બાળકોએ સાર્થક કરી

Motivational News : ‘મન હોય તો માળવે જવાય’ આ કહેવતને ભાવનગરના કે.વ.શાળાના બાળકોએ સાર્થક કરી

0
Motivational News : ‘મન હોય તો માળવે જવાય’ આ કહેવતને ભાવનગરના કે.વ.શાળાના બાળકોએ સાર્થક કરી
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

ભાવનગર

ગામમાં સ્વિમિંગ પૂલ ન હોવાથી ચેકડેમમાં પ્રેક્ટિસ કરીને ભાવનગરના પાલીતાણાની સ્કૂલના બાળકો સ્વિમિંગ સ્કૂલમાં આધુનિક તાલીમ માટે પસંદગી પામ્યા

રાજ્યની સ્વીમીંગ સ્કૂલમાં મોટી પાણીયાળી કે.વ. શાળાના એક સાથે નવ બાળકો પસંદ થયાં

સમગ્ર ગુજરાતમાં એક જ ગામના સૌથી વધુ બાળકોની પસંદગી

Motivational News : આપણે ત્યાં કહેવત છે કે, ‘મન હોય તો માળવે જવાય’ આ કહેવતને ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ.શાળાના બાળકોએ ખરા અર્થમાં સાકાર કરી બતાવી છે. ગામમાં સ્વિમિંગ-પુલની સગવડ ન હોવાથી ગામમાં આવેલાં ચેકડેમમાં નિરંતર પ્રેક્ટિસ કરીને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સ્વિમિંગ શાળામાં પ્રવેશ મેળવીને પોતાનું કૌવત બતાવ્યું છે.

શાળાના આચાર્ય અને બાળકોના કોચ બી.એ.વાળાના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા મુકામે યોજાયેલ રાજય કક્ષાની તરણ સ્પર્ધામાં ભાગ લઈને રાજ્ય કક્ષાના બાળકો વચ્ચે આ સિદ્ધિ મેળવી છે. જેમાં સ્વીમીંગની વિવિધ ઇવેન્ટ ફ્રી સ્ટાઇલ, બેક સ્ટ્રોક, બટર ફલાય, બ્રેસ્ટ સ્ટ્રોકની કસોટી લેવામાં આવી હતી અને સમગ્ર ગુજરાતમાંથી ૫૨ ખેલાડીઓની પસંદગી થઇ સતી. જેમાં મોટી પાણીયાળી ગામના એક સાથે નવ ખેલાડીઓની પસંદગી થતાં સમગ્ર શાળા પરિવારમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે.

ગામમાં સ્વીમીંગ પુલની સુવિધા ન હોવાથી શાળાના બાળકોને શાળાના આચાર્યશ્રી બી.એ.વાળા દ્વારા શાળા સિવાયના સમયે અને રજાઓમા પણ બાળકોને ચેકડેમમાં નિયમિત રીતે પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી. આમ, સગવડના અભાવ વચ્ચે ચેકડેમમાં પ્રેક્ટિસ કરીને વૈશાલી વાઘેલા, રવિના વાઘેલા, ધારા બારૈયા, જયદિપ પરમાર, અમરદિપ વાળા, સુર્યદિપ વાળા, રાજવિર વાળા, વૈભવ વાઘેલા, નરેશ સરવૈયા એમ કુલ નવ બાળકોએ શાનદાર સફળતા મેળવતાં સ્વીમીંગ સ્કૂલમાં પસંદગી પામ્યાં છે.

જ્યારે સેજલ ગોહિલ એથ્લેટિકસ સ્કૂલમાં પસંદ થયેલ છે. આ અગાઉ ત્રણ બહેનો થોડા દિવસ અગાઉ સ્પોર્ટ્સ સ્કૂલમાં પસંદ પામી હતી. આમ, આ વર્ષે એક સાથે ૧૩ બાળકો પસંદગી પામ્યાં છે અને શાળા તેમજ ગામનું ગૌરવ વધાર્ય છે. પસંદ થયેલ આ બાળકોને સ્પેશ્યલ કોચ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે અને આ બાળકોની શિક્ષણ ફી, હોસ્ટેલ ફી, સ્પોર્ટ્સ કિટ સહિત તમામ ખર્ચ સરકારશ્રી દ્વારા કરવામાં આવશે. પસંદ થયેલ બાળકોના વાલીઓએ શાળા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Modi Government : મોંઘવારી કાબુમાં લેવા મોદી સરકારની ચોતરફ તૈયારી, પેટ્રોલ અને ડીઝલ બાદ હવે આ વસ્તુઓનો વારો
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

PM Interaction with Beneficiary : પ્રધાનમંત્રીનો વિંઝોલ ગામના રાજુબેન સાથે આવાસ યોજના અંતર્ગત સંવાદ

પંચમહાલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગોધરા તાલુકાના વિંઝોલ ગામના રાજુબેન સાથે આવાસ યોજના અંતર્ગત સંવાદ કર્યો    તેઓ પહેલા કાચા ઝૂંપડામાં રહેતા હતા અને સરકારની આ યોજના અંતર્ગત...

Uttrakhand Police : નિવૃત્તિ બાદ પણ પોલીસ અધિકારીઓને કોર્ટના ચક્કર કાપવાની ફરજ પડી

રાષ્ટ્રીય નિવૃત્તિ બાદ પણ પોલીસ અધિકારીઓને કોર્ટના ચક્કર કાપવાની ફરજ પડી નિવૃત્તિ બાદ પણ પોલીસ અધિકારીઓને કોર્ટના ચક્કર કાપવાની ફરજ પડી, આ કિસ્સો છે Uttrakhand Police :...

Big Boss 16 : અબ્દુ રોજિકને નોમિનેટ કરવા પર ચાહકો ગુસ્સે છે

મનોરંજન અબ્દુ રોજિકને નોમિનેટ કરવા પર ચાહકો ગુસ્સે છે. અબ્દુ રોજિકને નોમિનેટ કરવા પર ચાહકો ગુસ્સે છે, જે રાષ્ટ્રીય ક્રશ બનવા માટે તૈયાર છે Bigg Boss 16Salman...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us