Saturday, October 8, 2022

Home ગુજરાત Gujarat Election : ગુજરાતમાં આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસની મોટી જાહેરાત

Gujarat Election : ગુજરાતમાં આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસની મોટી જાહેરાત

0
Gujarat Election : ગુજરાતમાં આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસની મોટી જાહેરાત
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

રાજકારણ

ગુજરાતમાં આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસની મોટી જાહેરાત.

Gujarat Election : આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયત્નો જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યા છે. હાલમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતમાં મોટી મોટી સભાઓ દરમ્યાન ‘કેજરીવાલની ગેરંટી’ અંતર્ગત મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે. ગુજરાતની પ્રજાને વચનો આપવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ મોટી જાહેરાત કરી દેવામાં આવી છે.

જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો, તેઓ ખેડૂતોના દેવા માફ કરશે, તથા ખેડૂતોને દિવસ દરમ્યાન મફત વીજળી આપવામાં આવશે. આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, કે જો 2022 માં કોંગ્રેસની સરકાર બનશે તો તેઓ ખેડૂતોના રૂપિયા 3 લાખ સુધીના દેવા માફ કરશે અને આ સિવાય ખેડૂતોને દિવસે 10 કલાક સુધી મફત વીજળી આપવાનું પણ આશ્વાસન આપવામાં આવ્યું છે.

હવે જોવું એ રહ્યું, કે એક તરફ આમ આદમી પાર્ટી દ્વારા વચનો પર વચનો અપાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસે પણ મેદાનમાં ઉતરીને ગુજરાતની જનતા માટે મોટી જાહેરાત કરી દીધી છે, ત્યારે આ બાબતે ભાજપ શું ખેલો પાડશે તેના પર સૌ કોઈની નજર રહેશે અને ગુજરાતની જનતા કોના તરફેણમાં જશે, તે પણ આવનારો સમય જ બતાવશે.

નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા

+2
5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Public Health Center : પંચમહાલના મોરવા હડફ તાલુકામાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ યોજાયા

પંચમહાલ https://youtu.be/ICLXwQi4140 પંચમહાલના મોરવા હડફ તાલુકામાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ યોજાયા રાજ્ય આરોગ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ યોજાયા સામૂહિક આરોગ્ય...

Uttarkashi Avalanche : ઉત્તરકાશી દુર્ઘટના : અત્યાર સુધી 19 પર્વતારોહકોના મૃતદેહ મળી આવ્યા

ઉત્તરાખંડ Uttarkashi Avalanche : ઉત્તરકાશી હિમપ્રપાત : અત્યાર સુધીમાં 19 પર્વતારોહકોના મૃતદેહ મળી આવ્યા, 10 હજુ પણ ગુમ, હિમવર્ષા બચાવમાં અવરોધ રેસ્ક્યૂ ટીમોએ ગુરુવારે ઉત્તરકાશીના ડોકરાણી...

Dussehra Festival : ગોધરા શહેરમાં દશેરાને લઈ રાવણ દહનની તૈયારીઓને આખરી ઓપ

પંચમહાલ https://youtu.be/rq7EneNkTxA ગોધરા શહેરમાં દશેરાને લઈ રાવણ દહનની તૈયારીઓને આખરી ઓપ Dussehra Festival : માં અંબાના આરાધનાનો પર્વ નવરાત્રિ મહોત્સવના સમાપન સાથે અસત્ય પર સત્યના વિજયનું મહાપર્વ...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us