Saturday, October 8, 2022

Home ગુજરાત BIG BREAKING : આખરે ગ્રીષ્માને મળ્યો ન્યાય, આરોપી ફેનિલને ફાંસીની સજા

BIG BREAKING : આખરે ગ્રીષ્માને મળ્યો ન્યાય, આરોપી ફેનિલને ફાંસીની સજા

0
BIG BREAKING : આખરે ગ્રીષ્માને મળ્યો ન્યાય, આરોપી ફેનિલને ફાંસીની સજા
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

સુરત

ગ્રીષ્મ વેકરિયા મર્ડર કેસ : આખરે યુવતીને મળ્યો ન્યાય, આરોપી ફેનિલને ફાંસીની સજા, આ સાથે જ આરોપીને 12,500/- નો દંડ પણ ફટકારવામાં આવ્યો.

સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલો રહ્યા હાજર
યુવતીના પરિવારજનો પણ રહ્યા કોર્ટમાં હાજર
12 ફેબ્રુઆરીએ યુવતીની ગળું કાપી હત્યા કરી હતી

BIG BREAKING : સુરતના કામરેજ વિસ્તારમાં 12 ફેબ્રુઆરીએ સાંજે ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની જાહેરમાં ગળું કાપીને ઘાતકી હત્યા કરનાર ફેનિલ ગોયાણીને કોર્ટે આજે દોષિત જાહેર કર્યા બાદ ફાંસીની સજા સંભળાવી છે. અગાઉની સુનાવણીઓમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ડિસ્ટ્રિક્ટ જજ વિમલ વ્યાસે ફેનિલને દોષિત જાહેર કરીને સજા માટેનો ચુકાદો 5 મે સુધી મુલતવી રાખ્યો હતો. શ્લોક સંભળાવ્યા બાદ જજ વિમલ વ્યાસે આરોપી ફેનિલને ફાંસીની સજા સંભળાવી હતી.

સુરતના પાસોદરા ખાતે ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાનું ગળું કાપીને ક્રૂર હત્યા કરનાર આરોપી ફેનિલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સૌ કોઇની નજર આરોપી ફેનિલને કોર્ટ શું સજા સંભળાવશે તેના પર હતી.

મળતી માહિતી અનુસાર કોર્ટમાં સરકાર અને બચાવ બન્ને પક્ષના વકીલો હાજર રહ્યા હતા સાથે ગ્રીષ્માના પરિવારજનો પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. આજે કોર્ટમાં હત્યાના કેસમાં દોષિત ફેનિલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. પરંતુ તે દરમિયાન ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર દેખાયો ન હતો. ગત 22મી એપ્રિલના રોજ આખો દિવસ ફેનિલને સજા મામલે દલીલો થઈ હતી. જેમાં સૌથી પહેલા બચાવ પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી હતી. ત્યાર બાદ સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી. બંને પક્ષની દલીલો બાદ જજે તારીખ 26 એપ્રિલ આપી હતી. જોકે કોર્ટ દ્વારા સજાની તારીખ 5 મે જાહેર કરાતા આજરોજ તારીખ 5 મે 2022 ને ગુરુવારના રોજ આરોપી ફેનિલને ડિસ્ટ્રિક્ટ જજ વિમલ વ્યાસે ફેનિલને દોષિત જાહેર કરીને ફાંસીની સજા સંભળાવી હતી.

શું હતી સમગ્ર ઘટના ?

સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડવામાં આવ્યો હતો. ફેનિલને લાજપોર જેલમાં બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે તારીખ 5 મે 2022 ને ગુરુવારના રોજ આરોપી ફેનિલને ડિસ્ટ્રિક્ટ જજ વિમલ વ્યાસે ફેનિલને દોષિત જાહેર કરીને ફાંસીની સજા સંભળાવી હતી. અંતે 82 દિવસ બાદ ગ્રીષ્માને ન્યાય મળી ગયો.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Mehbooba Mufti : સેના લાવવાથી કંઈ નહીં થાય, પાકિસ્તાન સાથે વાત કરવી જ પડશે : મહેબૂબા મુફ્તી
NCP Leader vs PM Modi : NCP નેતા છગન ભુજબળે પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને વડાપ્રધાન મોદીની ટીકા કરી
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે

+3
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Death during Garba : ગરબા રમતા 35 વર્ષના યુવકનું મોત,હોસ્પિટલ લઈ જનાર પિતાનું પણ...

રાષ્ટ્રીય મહારાષ્ટ્રમાં ગરબા રમતા 35 વર્ષના યુવકનું મોત મહારાષ્ટ્રમાં ગરબા રમતા 35 વર્ષના યુવકનું મોત, પુત્રને હોસ્પિટલ લઈ જનાર પિતાનું પણ મોત. Death during Garba: આ પહેલા,...

Navratri 2022 : પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને પોલીસ હેડ ક્વાર્ટર્સ ગોધરા ખાતે નવરાત્રીનું ભવ્ય...

પંચમહાલ Navratri 2022 : પંચમહાલ જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને પોલીસ હેડ ક્વાર્ટર્સ, ગોધરા ખાતે નવરાત્રી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના આયોજક ગોધરાના...

Bullying of PSI : બગદાણાના PSI ની દાદાગીરી, સરપંચને માર મરાતા પોલીસ ફરિયાદ દાખલ

ભાવનગર મહુવા તાલુકાના ગુંદરણા ગામના સરપંચને બગદાણાના PSI દ્વારા ખોટી રીતે માર મારવામાં આવ્યો. Bullying of PSI : ગુંદરણા ગામના સરપંચને બગદાણાના PSI દ્વારા માર મારવામાં...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us