
બનાસકાંઠા
ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગથી ડીસામાં આતશબાજી
Chandrayan-3 : ઇસરો દ્વારા 41 દિવસ અગાઉ છોડવામાં આવેલ ચંદ્રયાન 3 એ આજે ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યું હતું. સવારથી જ ચંદ્રયાનના સફળ લેન્ડિંગ માટે જિલ્લામાં હોમહવન, પૂજા, સામૂહિક આરતીઓ અને પ્રાર્થનાઓ કરવામાં આવી રહી હતી. ચંદ્રયાનના સફળ લેન્ડિંગની પળોનું વિશ્વભરમાં લાઈવ- ટેલીકાસ્ટ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ચંદ્રયાનનું લેન્ડિંગ થતા જ ઈસરોમાં વૈજ્ઞાનિકોએ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા.
જ્યારે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. તેની સાથે જ જિલ્લામા પણ અનેક જગ્યાએ આતશબાજી કરવામાં આવી હતી. જેમાં ડીસામાં પણ ભાજપ કાર્યકરો અને આગેવાનોએ સાંઈબાબા મંદિર આગળ આતશબાજી કરી ભવ્ય ઉજવણી કરી હતી. જેમાં કાર્યકરોએ તિરંગા સાથે ભારત માતાકી જય. વંદે માતરમના નારા સાથે એકબીજાના મોઢા મીઠા કરાવી આ ગર્વની પળોને ઉજવી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત નગરસેવકો, ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Independence Day Celebration : કચ્છમાં માંડવી શહેરમાં 77 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
Proud Work by 108 Ambulance Team : દુર્ગમ વિસ્તારમાં પણ 108 એમ્બ્યુલન્સની કબીલેદાદ કામગીરી
Election in Gujarat : ગુજરાતમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની પેટાચૂંટણીની તારીખો જાહેર
Crime Investigation : શું અબડાસાનાં ધારાસભ્યનાં પુત્રનાં કાળા કારનામાં અંગે તપાસ થશે?