Saturday, October 8, 2022

Home કારકિર્દી Book Release : ગુજરાત રાજ્યના શિક્ષણ સચિવના હસ્તે ડૉ. કલ્પેશ પરમારના બે પુસ્તકોનું વિમોચન

Book Release : ગુજરાત રાજ્યના શિક્ષણ સચિવના હસ્તે ડૉ. કલ્પેશ પરમારના બે પુસ્તકોનું વિમોચન

0
Book Release : ગુજરાત રાજ્યના શિક્ષણ સચિવના હસ્તે ડૉ. કલ્પેશ પરમારના બે પુસ્તકોનું વિમોચન
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

પંચમહાલ

શિક્ષણ સચિવ, ગુજરાત રાજ્ય ડૉ.વિનોદ રાવના વરદ હસ્તે ડૉ.કલ્પેશ આર.પરમારના બે પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું.

Book Release : શહેરા તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઈ ધોરણ – 1 થી 8 પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાનને મહત્ત્વનું પ્રાધાન્ય આપવામાં આવેલ ગણિત – વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓ રસ રુચિ કેળવી તેમજ તેમને અઘરા પડતા એકમોને સરળ ભાષામાં રાષ્ટ્રીય આવિષ્કાર પ્રાથમિક વિભાગ માટે તાલુકાના રસ ધરાવતા ગણિત – વિજ્ઞાન વિષય શિક્ષકોના સંકલન અને માર્ગદર્શક બની પુસ્તક નિર્માણ કરવામાં આવેલ હતું. તેમજ માધ્યમિક શાળા ધોરણ 9 અને 10 ગણિત વિજ્ઞાન વિષયમાં કઠિન પડતા એકમોને ધ્યાનમાં રાખી તાલુકાના ગણિત – વિજ્ઞાન વિષયમાં રસ ધરાવતા શિક્ષકો પાસે સરળ ભાષામાં બેઝિક અને સ્ટાન્ડર ને ધ્યાનમાં રાખી માધ્યમિક શાળાઓ માટે રાષ્ટ્રીય આવિષ્કાર પુસ્તક નિર્માણ બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ આર.પરમાર દ્વારા સંકલન અને આયોજન થકી નિર્માણ કરવામાં આવ્યું હતું.

માન.શિક્ષણ સચિવ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ડૉ.વિનોદ રાવ સાહેબના વરદ હસ્તે બન્ને પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શહેરા તાલુકાની સાથે સમગ્ર પંચમહાલ અને ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે. શહેરા તાલુકાની સમીક્ષા કરતા હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો. સદર કાર્યક્રમમાં માન.જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પંચમહાલ ડૉ.વી.એમ.પટેલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.ધર્મેન્દ્રકુમાર ભમાત, નાયબ DPC નીતિન પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તમામ, બી.આર.સી.કૉ.ઓર્ડીનેટર તમામ, કેળવણી નિરીક્ષક પ્રાથમિક અને માધ્યમિક વિભાગ તમામ, સી.આર.સી.કો.ઓર્ડીનેટરો તેમજ સમગ્ર શિક્ષા, સ્ટાફ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પુસ્તક વિમોચન સાથે પંચમહાલ જિલ્લાની શૈક્ષણિક કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી. જેમાં શહેરા તાલુકાની કામગીરીની સમીક્ષા સંતોષકારક રહી હતી. સ્વાગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.વી.એમ.પટેલ તેમજ આભારવિધિ ડૉ.ધર્મેન્દ્રકુમાર ભમાત દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો. ડૉ.કલ્પેશ આર.પરમારના જણાવ્યા મુજબ આ પુસ્તક સમગ્ર શિક્ષણ જગત માટે પ્રેરણા, પ્રોત્સાહન અને પરિણામ આપનાર બની રહેશે. સહકાર આપનાર તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

FASTAG Fraud : ગાડીની સફાઈ કરનારાઓથી સાવધાન, તમારું બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે
Maharashtra Politics : એકનાથ શિંદે વિશે શિવસેના લેશે મોટો નિર્ણય? ઠાકરેએ બોલાવી ‘પાવરફૂલ’ બેઠક
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Drowned In Ganga : ગંગામાં 6 ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો.

રાષ્ટ્રીય ગંગામાં 6 ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો. કાનપુરમાં મોટી દુર્ઘટના, ગંગામાં 6 ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, ડૂબી ગયેલા લોકોને શોધવા માટે ડૂબકી લગાવી રહ્યા...

T20 2022 Updates : વિરાટ કોહલી નહીં રમે આગામી મેચ, આ ખેલાડીઓને મળી શકે...

ક્રિકેટ વિરાટ કોહલી નહીં રમે આગામી મેચ, આ ખેલાડીઓને મળી શકે છે તક T20 2022 Updates : વિરાટ કોહલી નહીં રમે આગામી મેચ, આ ખેલાડીઓને...

Mobile Ban At Duty : ફરજ પરના સમયે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ

રાષ્ટ્રીય ફરજ પરના સમયે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ ફરજ પરના સમયે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ, કર્મચારીઓને આઉટસોર્સ કરવા નવા નિયામકનો આદેશ. Mobile Ban At Duty...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us