
રાજકોટ
Breaking News : રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના જમનાવડ અને પીપળીયા ગામ વચ્ચે કાર વીજ થાંભલા સાથે અથડાઈ. વીજ થાંભલા સાથે અથડાતા બાજુમા આવેલ ફયુલના કારખાનામાં પડેલ ઘાસમાં આગ લાગી. આ ઘટનાની જાણ ધોરાજી નગરપાલિકાના ફાયર વિભાગને અને પીજીવીસીએલ વિભાગને કરાતા ધોરાજી નગરપાલિકાના બે ફાયર ફાયટરો અને પીજીવીસીએલના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા.
ધોરાજી નગરપાલિકાના બે ફાયર ફાયટરોએ આગ કાબુમાં લીધી હતી જ્યારે ધોરાજી પીજીવીસીએલ વિભાગની ટીમે સતર્કતાથી વીજ પૂરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી સદનસીબે કોઇ મોટી જાનહાનિ થઈ નથી અને પીજીવીસીએલ વિભાગની ટીમ અને નગરપાલિકા ફાયર ફાયટરોની સતર્કતાથી મોટું નુકશાન થતા અટક્યું. આ ઘટના મોટરકારે કોઈ કારણસર સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવવાને કારણે બની હતી.
નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Mehbooba Mufti : સેના લાવવાથી કંઈ નહીં થાય, પાકિસ્તાન સાથે વાત કરવી જ પડશે : મહેબૂબા મુફ્તી
NCP Leader vs PM Modi : NCP નેતા છગન ભુજબળે પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને વડાપ્રધાન મોદીની ટીકા કરી
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે