
ભરુચ
ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકાના વિસ્તારમાં છોટુભાઈ વસાવા એ ભવ્ય વિશાળ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું.
Gujarat Election 2022 : ૧૫૨-ઝઘડિયા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર છોટુભાઈ વસાવા દ્વારા શક્તિ પ્રદર્શન સ્વરૂપે નેત્રંગ તાલુકા ખાતેથી ભવ્ય વિશાળ રેલી યોજી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં (૧)કેલ્વીકુવા(૨) ચાસવડ (૩)કવચિયા (૪) કંબોડિયા (૫) ડહેલી (૬)દેસાડ (૭) વાલીયા (૮)હીરાપોર (૯)લિમેટ (૧૦)તલોદરા(૧૧) સેલોદ (૧૨)વંઠેવાડ (૧૩) ઝઘડિયા (૧૪)વાધપુરા (૧૫) રતનપુર (૧૬) રાજપારડી (૧૭) હરિપુરા (૧૮) ઉમલ્લા (૧૯)રાયસીગપુરા(૨૦)બામલ્લા સહિતના ત્રણ તાલુકાને જોડતા માર્ગ પરના ગામોમાંથી ભવ્ય વિશાળ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. જે ભવ્ય વિશાળ રેલી નુ બામલ્લા ખાતે સમાપન થયું હતું.
આ રેલીમાં હજારોની સંખ્યામાં મોટરસાયકલ અને મોટર કારો લઈને આઠ હજારથી પણ વધારે લોકો જોડાયા હતા અને “એક જ ચાલે છોટુ દાદા ચાલે… ” ના નારા સાથે રેલી ગુંજી ઉઠી હતી. આ રેલીમાં યુવાનોમાં ખૂબ જ જોશ ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ વખતની ૧૫૨- ઝઘડિયા વિધાનસભા બેઠક નો ચુંટણી માહોલ કંઈક અલગ જ જોવા મળ્યો હતો. કેમકે આ વખતે ઝઘડિયા તાલુકા લેવલે ઉત્તર પ્રદેશના પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા હતા. આ બાબતે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.
આટલા ૭૦ વર્ષોમાં ન જોવા મળ્યું હતું. જે હાલમાં યોજાઈ રહી ગુજરાત- ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં જોવા મળ્યું હતું. કેમકે આ વખતે ઉત્તર પ્રદેશ રાજ્યના પોલીસ જવાનો ઝઘડિયા તાલુકા મત વિસ્તારમાં જોવા મળ્યાં. એનાં પાછળ અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા છે. લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે એક આદિવાસી નેતા જે પોતાના આદિવાસી સમાજના માટે સંવૈધાનિક અધિકારો માટે લડી રહ્યા છે. જેને હરાવવા માટે બહારના રાજયોમાંથી પોલીસ બોલાવીને આદિવાસી સમાજના લોકોમાં ડરનો માહોલ પેદા થાય એ હેતુથી રાજ્યની ભાજપ સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સાજિશ કરવામાં આવી છે. એવી લોકચર્ચા થઈ રહી છે.
બીજી એવી લોકચર્ચા એ જોર પકડ્યું છે કે બીજા રાજ્યોમાં કાયદો વ્યવસ્થા અલગ હોય છે. ગુજરાત સરકાર કાયદો વ્યવસ્થાની અલગ જોગવાઈ છે. તો અન્ય રાજ્યોમાંથી આવેલા પોલીસ જવાનો કયા ધારાધોરણો મુજબ લાવવામાં આવી છે? જે બીજા રાજ્યોમાં કેવી રીતે હસ્તક્ષેપ કરી શકે એવી લોકચર્ચા થઈ રહી છે.
આશ્ચર્યની વાત તો એ છે કે ઉત્તર પ્રદેશના પોલીસ જવાનોમાં પણ છોટુભાઈ વસાવા ની આટલી મોટી ભવ્ય વિશાળ રેલી જોઈ કુતુહલ સર્જાયું હતું કે ગુજરાતમાં ભાજપ સરકાર હોવા છતાં પણ એક અપક્ષ ઉમેદવાર આટલી મોટી હજારોની સંખ્યામાં જનમેદની સમર્થનમાં જોડાયા.
જે યુવાનો દ્વારા નારા લગાવવામાં આવ્યા કે ” એક જ ચાલે છોટુ દાદા ચાલે” અને જે યુવાનોમાં જોશ અને ઉત્સાહ તેમજ નારાઓ સાંભળીને ઉત્તર પ્રદેશના પોલીસ જવાનો ખુલ્લી આંખે જોતાં જ રહી ગયા હતા. ઉત્તર પ્રદેશના પોલીસ જવાનો ને પણ બાહુબલી આદિવાસી નેતા છોટુભાઈ વસાવા ને જોવા ઉત્સુકતા જોવા મળી એમને આંખો પરથી તો એવું જ લાગી રહ્યું હતું કે બાહુબલી આદિવાસી નેતા છોટુભાઈ વસાવા ને જોવાની ઉત્સુકતા હતી
આ અંગે G9 live news reporter ઝઘડિયા ના એ રૂબરૂ વાત કરી હતી અને એમનું મૌખિક વ્યક્તવ્ય લેવાની વાત કરી હતી પરંતુ એમને કોઈ કારણોસર ઈન્કાર કર્યો હતો.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા