
કચ્છ
ગાંધીધામમાં મહેશ્વરી સમાજના આશાસ્પદ યુવાનની આત્મહત્યા કે હત્યા ?
Murder or Suicide : ગાંધીધામમાં આવેલ નવીસુંદરમાં રહેતા વિશાલ ઠોઠીયાનો સવારના લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ગાંધીધામમાં ચકચાર મચવા પામી હતી. અચાનક આવી રીતે યુવાનનું મૃત્યુ થતા સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું.
મૃતકના પરિવારને શંકા છે કે એમના દીકરાની કોઈએ હત્યા કરી છે અને અમે પોસ્ટમોર્ટમ પેનલમાં કરાવવાની માંગણી કરી હતી. ફરિયાદ ગાંધીધામના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ એ મૃતકના પિતાને સીધું એમ કહી દીધું હતું કે તમારા દીકરાએ આત્મહત્યા કરી છે, ને આવા તો કેટલા મરતા હોય છે. પીઆઇ દ્વારા આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપતા મહેશ્વરી સમાજમાં રોષ ફેલાયો હતો.
ગાંધીધામ એ ડિવિઝનના પી.આઈ આવા બેદરકારીભર્યા નિવેદનથી મૃતકના પરિવાર અને સમાજના આગેવાનો પૂર્વ કચ્છ એસ.પી. કચેરીએ ઘેરાવ કરી અને રજુઆત કરવા આવતા અંતે મૃતકની બોડીને એફ.એસ.એલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે જામનગર ખસેડવામાં આવ્યો હતો.
નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Gujarat Election : તો આ છે ગુજરાતમાં કેજરીવાલની યોજના, ભાજપ કરતાં કોંગ્રેસને વધુ નુકસાન
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા
Maharashtra Politics : મહારાષ્ટ્રમાં આજથી શિંદે જૂથની ખરી કસોટી, સ્પીકરની ચૂંટણી અને ફ્લોર ટેસ્ટ પર નજર
FASTAG Fraud : ગાડીની સફાઈ કરનારાઓથી સાવધાન, તમારું બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે