Saturday, October 8, 2022

Home ગુજરાત કચ્છ Navratri 2022 : માંડવીમાં નવરાત્રી પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ, યુવાનોમાં અનેરો થનગનાટ

Navratri 2022 : માંડવીમાં નવરાત્રી પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ, યુવાનોમાં અનેરો થનગનાટ

0
Navratri 2022 : માંડવીમાં નવરાત્રી પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ, યુવાનોમાં અનેરો થનગનાટ
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

કચ્છ

માંડવીમાં નવરાત્રી પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ : લુહાર સમાજે કરી ઉજવણીની તડામાર તૈયારીઓ

નવરાત્રી પર્વને લઈને યુવાનોમાં અનેરો થનગનાટ

સામાન્ય સભામાં લુહાર સમાજના નવનિયુક્ત પ્રમુખને આવકારાયા

Navratri 2022 : હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે નવરાત્રી. માં જગદંબાના નવ દિવસની આરાધનાના પર્વ એવા નવરાત્રીના આગમનને પગલે યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીને કારણે ગત વર્ષે મર્યાદિત સંખ્યામાં ગરબીનું આયોજન થયું હતું જો કે આ વર્ષે આ તહેવારની રંગે ચંગે ઉજવણી થનાર છે ત્યારે આયોજનને લઈને યુવાનોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. સમગ્ર કચ્છમાં નવરાત્રી પર્વની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બંદરીય શહેર માંડવીમાં પણ આ પર્વને ઉજવવા યુવાનોમાં અનેરા ઉત્સાહ સાથે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

તાજેતરમાં માંડવી ખાતે કચ્છી ગુર્જર ક્ષત્રિય લુહાર સમાજના પ્રમુખ હીરાલાલભાઈ પિત્રોડાના અધ્યક્ષસ્થાને નવા પ્રમુખની વરણી, નાણાકીય હિસાબો તથા સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે સમાજના લોકો સાથે પરામર્સ કરવા માટે એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 18 વર્ષથી યુવક મંડળની જવાબદારી સંભાળતા અજયભાઈ કિર્તીભાઈ આસોડિયાની જ્ઞાતિના પ્રમુખપદે વરણી થતા તેમને ઉલ્લાસભેર આવકારવામાં આવ્યા હતા.

લુહાર સમાજ દ્વારા ઉજવાતી નવરાત્રી પર્વના આયોજન માટે વિશ્વકર્મા લુહાર યુવક મંડળ અને ભવાની મહિલા મંડળને જવાબદારીઓ સોંપવામાં આવી છે ત્યારે યુવક મંડળના પ્રમુખ શરદભાઈ મારુએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે ભવાની માતાજીનું મંદિર અને લુહાર સમાજવાડીને લાઈટ ડેકોરેશનથી સજાવામાં આવશે અને સમાજની દીકરીઓને નવે દિવસ નવરાત્રીની લાણી કરવામાં આવશે, સમાજના સૌ ખેલૈયાઓ માટે મહાપ્રસાદનું આયોજન પણ છે સાથે દાંડીયારાસ હરીફાઈ યોજીને વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવાનું આયોજન પણ કરવામાં આવેલ છે એવી જાણકારી આપવામાં આવી હતી. આજની સામાન્ય સભામાં ટ્રસ્ટીઓ દુર્લભજી મકવાણા, ડાહ્યાલાલ પંચાલ, હીરાલાલ પિત્રોડા તથા જ્ઞાતિના સર્વે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

PSI Bullying : અડાજણ પોલીસ સ્ટેશનના મહિલા PSI ની ફરિયાદી સાથે દાદાગીરી સામે આવી

સુરત https://youtu.be/kkG4Hc1Uxvw PSI Bullying : અડાજણ પોલીસ સ્ટેશનના મહિલા PSI ચૌધરીની ફરિયાદી સાથે દાદાગીરી સામે આવી છે, ફરિયાદીને જ માં-બહેનની ગંદી ગાળો આપતો અને મારામારી કરતો...

Durgashtami : ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ખાતે આઠમ નિમિત્તે હોમાત્મક યજ્ઞનું આયોજન

સાબરકાંઠા https://youtu.be/VURZYYWwXVA Durgashtami :ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ખાતે આઠમ નિમિત્તે હવન કરવામાં આવેલ. મોટી સંખ્યામાં આઠમના દર્શન કરવા ઉમટ્યા માઈભક્તો. શાસ્ત્રોક્ત વિધિ મુજબ હવનનું કરવામાં આવેલ...

Navratri 2022 : પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આદિપુર પોલીસ લાઈન ખાતે નવરાત્રીનું આયોજન

કચ્છ https://youtu.be/waUbdTQg1aE પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આદિપુર પોલીસ લાઈન ખાતે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યુ Navratri 2022 : શક્તિની આરાધનાનું પર્વ અને યુવાઓ માટે મન મુકીને ગરબે...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us