Saturday, October 8, 2022

Home ગુજરાત ભાવનગર Lumpy Virus : મહુવામાં લમ્પી વાયરસથી 29 ગાયોના મોત થતાં ગૌપ્રેમીઓમાં ફફડાટ

Lumpy Virus : મહુવામાં લમ્પી વાયરસથી 29 ગાયોના મોત થતાં ગૌપ્રેમીઓમાં ફફડાટ

0
Lumpy Virus : મહુવામાં લમ્પી વાયરસથી 29 ગાયોના મોત થતાં ગૌપ્રેમીઓમાં ફફડાટ
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

ભાવનગર

મહુવામાં લમ્પી વાયરસથી 29 ગાયોના મોત થતાં ગૌપ્રેમીઓમાં ફફડાટ

Lampy Virus : તાલુકામાં કુલ 80 હજાર સામે ગાય-બળદનું 27 હજારનું પશુઘન ​​​​​​મહુવા શહેર અને તાલુકામાં લમ્પી વાયરસથી કુલ 29 ગાયોના મોત થતા ગૌપ્રેમીઓમાં ફફડાટ
મહુવા શહેર અને તાલુકામાં લમ્પી વાયરસથી કુલ 29 ગાયોના મોત થતા ગૌપ્રેમીઓ અને પાંજરાપોળ સંચાલકો ચિંતાગ્રસ્ત થયા છે. મહુવા શહેર તાલુકામાં પશુઓમાં ફેલાતા લમ્પી વાયરસ રોગે દેખા દીધા છે.

પશુઓમાં લમ્પી સ્કિન ડીસીસની અસર પહોંચે તે પહેલા વહીવટી તંત્ર દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઇ જોકે બીમાર પશુઓની સઘન સારવાર અને વેક્સીન અપાઇ રહી છે. જોકે વેકસીન અપાયેલ ગાયોને પણ આવા લમ્પી વાયરસ રોગે ગાયોના જીવ લીધાનું બહાર આવતા પશુપાલકો વધુ ચિંતીત થયા છે.

મહુવા શહેર અને તાલુકામાં 80 હજારનું પશુઘન છે જે પૈકી લમ્પી વાયરસ થાય તેવું ગાય વર્ગનું 27 હજારનું પશુઘન છે. મહુવા શહેર અને તાલુકામાં પશુઓમાં લમ્પી સ્કિન ડીસીસની અસર શરૂ થઇ છે. આજ સુધીમાં મહુવા શહેરમાં બે અને તાલુકામાં 27 ગાયો મળી કુલ 29 ગાયોના મોત થવા પામ્યા છે. સાવચેતીના પગલા રૂપે રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા અન્ય પશુઓમાં આ રોગ ન ફેલાય તે માટે સર્વે કરીને પૂરતી તકેદારી પણ રાખવામાં આવી રહી છે. પશુઓમાં આ વાયરસજન્ય રોગ ઝડપથી ન ફેલાય તે માટે ટીમ કાર્યરત છે.

પશુઓમાં ફેલાતો લમ્પી વાયરસ શું છે?

પશુઓમાં જ્યારે આ રોગ થવાની શરુઆત હોય ત્યારે તેમને તાવ આવે છે. આ વાઈરસજન્ય રોગ માખી, ઈતરડી તેમજ મચ્છર દ્વારા એક પશુમાંથી બીજા પશુઓમાં ફેલાય છે. જેમાં પશુઓની ચામડી પર બેથી પાંચ સેન્ટીમીટરની ગાંઠ જોવા મળે છે. પશુના દૂધ ઉત્પાદનમાં પણ એકાએક ઘટાડો જોવા મળે છે અને પશુઓમાં વાંઝિયાપણું પણ જોવા મળે છે. પશુઓમાં ઉપરોક્ત કોઈપણ લક્ષણ દેખાય તો તરત જ પશુ હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર – 1962 પર ફોન કરવાથી 4 એમ્બ્યુલન્સની ટીમ હાલ સેવામાં કાર્યરત છે. અથવા મહુવાના પશુ દવાખાના ડો.કનુભાઇ બલદાણીયા નો સંપર્ક કરવા જણાવાયુ છે.

નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Sevasetu Program : ઝગડીયા ખાતે 8માં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં અધિકારીઓ જ ગેરહાજર

ઝગડીયા 8માં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં અધિકારીઓ જ ગેરહાજર, લોકોનો વિશ્વાસ ઉડી જતાં ખુરશીઓ ખાલીખમ આજદીન સુધી સેવાસેતુ કાર્યક્રમમાં લોકના પ્રશ્નોનો નિકાલ ન થતાં લોકોમાં રસ...

Accidental News : કાંકણપુરથી છકડીયા જતા રોડ પર છકડો વીજપોલ સાથે અથડાયો

પંચમહાલ કાંકણપુરથી છકડીયા જતા રોડ પર વેલવડ ચોકડી પાસે છકડો લાઈટના થાંભલે થોકાયો. Accidental News : છકડીયાથી કાંકણપુર તરફ જતો છકડો વેલવડ ચોકડી પાસે સાઈડમાં ઘૂસી...

Accused Arrested : ડીસાના ધનાવાડા ગામે મહિલાનું મકાન સળગાવનાર ઈસમ પકડાયો

બનાસકાંઠા ડીસાના ધનાવાડા ગામે મહિલાનું મકાન સળગાવનાર ઈસમ પકડાયો Accused Arrested : ડીસાના ધનાવાડા ગામે મહિલાનું મકાન સળગાવનાર ઈસમ પકડાયો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ધનાવાડા...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us