
બનાસકાંઠા
ડીસામાં ગટરની ખુલ્લી ચેમ્બરમાં ગાય ખાબકતા ઉહાપોહ
લોકોએ ભારે જહેમત બાદ ગાયને માંડ બહાર કાઢી
Cow Rescue : ડીસાના પાટણ હાઇવે પર આવેલા શુભમ પાર્ટી પ્લોટ નજીક પાલિકાની બેદરકારીના લીધે અનેક જગ્યાએ ભૂગર્ભ ગટરના ઢાંકણા ખુલ્લી હાલતમાં છે. આ ખુલ્લા ઢાંકણા એટલા જોખમી છે કે તેમાં કોઈ બાળક કે વ્યક્તિ પણ ગરકાવ થઈ તો જાનહાનિ થઈ શકે તેમ છે. ત્યારે આજે સવારના સમયે આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ચેમ્બરના ખુલ્લા ઢાંકણામાં એક ગાય ગરકાવ થઈ ગઈ હતી. આ ઢાંકણા એકદમ સાંકડા હોવાના લીધે ગાય તેમાં ગરકાવ થતાં ખૂબ જ ખરાબ રીતે ફસાઈ જતા ઇજાગ્રસ્ત થઇ હતી.
ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળ પર એકત્રિત થઈ ગયા હતા અને ગાયને બચાવવા માટે અલગ અલગ તરકીબો કરવા માંડ્યા હતા. લગભગ દોઢથી બે કલાક સુધી લોકો ભારે જહેમત ઉઠાવ્યા બાદ ગાયને બહાર નીકાળવામાં સફળતા મળી હતી. આ ઘટના બનતા આસપાસના લોકોએ સ્થાનિક નગરપાલિકાની લાપરવાહી સામે ગંભીર રોષ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાનિંગની કામગીરી પૂરી કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે તંત્રની પ્રિ-મોન્સૂનની કામગીરી સામે પણ સવાલ થઈ રહ્યા છે. પાટણ હાઈવે પર અનેક જગ્યાએ ભૂગર્ભ ગટરો ખુલ્લી હાલતમાં છે.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Dhirendra Shastri : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અંબાજીની મુલાકાતે
Mini Bus Starts : ડીસા ST ડેપોમાં બે નવી મીની બસોનું લોકાર્પણ, ધારાસભ્યએ જાતે બસ ચલાવી
Controversy of 2000 Rupee : અંબાજી ગ્રામ પંચાયતના કામદારે 2000 ની નોટ ન સ્વીકારતા હોબાળો
Bahujan Army Protest : ગાંધીધામમાં અલગ અલગ વિસ્તારમાં વેચાતા ધૂમ દેશીદારૂના હાટડાઓ વિરુદ્ધ બહુજન આર્મી મેદાને
Breaking News : રૂપિયા 2000ની ચલણી નોટો RBI એ પરત લેવાનો નિર્ણય કર્યો