
બનાસકાંઠા
મકરસંક્રાંતિ નિમિતે અંબાજી મંદિરને પતંગોનો શણગાર
Ambaji Temple With Kites : મકરસંક્રાંતિ નિમિત્તે અંબાજી મંદિરને વિવિધ પ્રકારના પતંગોથી શણગારવામાં આવ્યું હતુ. ખેડબ્રહ્માના માઇભક્તો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી અંબાજી મંદિરને વિવિધ પ્રકારના પતંગોથી વિનામૂલ્યે શણગારવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે પણ અંબાજી મંદિરને વિવિધ પ્રકારના જય અંબે લખેલા પતંગોથી શણગારવામાં આવ્યું હતુ. મકરસંક્રાંતિને લઇ અંબાજી મંદિરને એક દિવસ અગાઉ 13 તારીખે સાંજે અંબાજી મંદિરને વિવિધ પ્રકારના પતંગોથી શણગારવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી. ત્યારે અંબાજી મંદિરને 14 તારીખે મકરસંક્રાંતિના દિવસે વિવિધ પ્રકારના પતંગોના શણગારને જોઈ માઇભક્તો આનંદિત થયા હતા. અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માતાજીના મંદિરને પણ વિવિધ પ્રકારના પતંગોથી શણગારવામાં આવ્યું હતુ. ત્યારે મકરસંક્રાંતિ નિમિત્તે પતંગના શણગારને જોઈ ભક્તોએ આનંદની લાગણી સાથે ખુશી વ્યક્ત કરી હતી. તો સાથે સાથે મા જગતજનની અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા