
સુરત
Examination Scam : જાહેર જોગ પરીક્ષાનું કૌભાંડ-: વિધુત સહાયકની ઓનલાઇન પરીક્ષા મામલે થયેલી ગરબડનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડના પગલે 24 કલાકમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોમ્પ્યુટર લેબ ઈન્ચાર્જ સહિત 6 શખ્સો પકડાયા છે.
પ્રાથમિક તપાસ અને પૂછપરછમાંથી એવી હકીકત સામે આવી છે કે 300 જેટલા ઉમેદવારો પાસ કરાવવા માટે કુલ 30 કરોડથી વધુ પડાવ્યાં છે. અત્યાર સુધીમાં આ રેકેટમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં પકડાયેલા આરોપી પૈકીમાંથી નિશીકાંત શંશીકાંત સિન્હા, જે વડોદરા ભાયલીમાં વડોદરા ઈન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનીયરીંગ કોલેજના કોમ્પ્યુટર લેબના ઈનચાર્જ હતા, 2 સલીમ નિઝામુદ્દીન ઢાપાએ જેના પર 30 ઉમેદવારોને પાસ કરાવી 3 કરોડ પડાવ્યાનો આરોપ છે. એજન્ટ મનોજ મંગળ મકવાણાએ 4 ઉમેદવારોને પાસ કરાવી 40 લાખ પડાવ્યાનો આરોપ છે. નિકુંજ કુબેર પરમારએ 4 ઉમેદવારોને પાસ કરાવી 40 લાખ મેળવ્યા હતા..
ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ 2019માં રાજસ્થાન બીટસ પીલાની કોલેજમાં વિદ્યાર્થીઓના ગેરકાયદે એડમિશનના ગુનામાં નિશીકાંત સિન્હાની સીબીઆઈ દ્વારા ધરપકડ કરી તિહાડ જેલ મોકલાયો હતો.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Dhirendra Shastri : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અંબાજીની મુલાકાતે
Mini Bus Starts : ડીસા ST ડેપોમાં બે નવી મીની બસોનું લોકાર્પણ, ધારાસભ્યએ જાતે બસ ચલાવી
Controversy of 2000 Rupee : અંબાજી ગ્રામ પંચાયતના કામદારે 2000 ની નોટ ન સ્વીકારતા હોબાળો
Bahujan Army Protest : ગાંધીધામમાં અલગ અલગ વિસ્તારમાં વેચાતા ધૂમ દેશીદારૂના હાટડાઓ વિરુદ્ધ બહુજન આર્મી મેદાને
Breaking News : રૂપિયા 2000ની ચલણી નોટો RBI એ પરત લેવાનો નિર્ણય કર્યો