
બનાસકાંઠા
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અંબાજીની મુલાકાતે
Dhirendra Shastri :શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ દેશ વિદેશમાં વિખ્યાત છે.અહીં અનેક નેતા, અભિનેતા અને મહાનુભાવો પણ મા જગત જનની અંબાના ચરણોમાં શીશ નમાવવા અને આશીર્વાદ મેળવવા અંબાજી આવતા હોય છે.ત્યારે આજે બાગેશ્વર ધામના પીઠાધિશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી આવશે.
આજે તા. 28/05/2023 ને રવિવારના રોજ બાગેશ્વર ધામ સરકારના પીઠાધિશ્વર ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી મા જગતજનની અંબાના ધામે આવવાના છે.જેઓ વિમાન મારફત બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે હેલીપેડ પર ઉતરશે. ત્યારબાદ રોડ માર્ગે 11:30 કલાકે દાંતાથી અંબાજી માટે પ્રસ્થાન કરશે. જ્યાં બપોરે 12:30 કલાકે મા જગતજનની અંબાના મંદિરમાં માતાજીના દર્શન કરી મા અંબાના આશીર્વાદ મેળવશે.
માતાજીના આશીર્વાદ મેળવ્યા પછી બપોરે 1:00 કલાકે ઇસ્કોન અંબેવેલીમાં વિશ્રામ કરશે. ત્યારબાદ બપોરે 3:00 કલાકે અંબાજીથી અમદાવાદ જવા માટે પ્રસ્થાન કરશે. આ સમગ્ર આયોજન પ્રવીણ કોટક ચેરમેન ઇસ્કોન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. જેથી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે પ્રવીણ કોટક પણ અંબાજીના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન સાથે રહેશે.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Mini Bus Starts : ડીસા ST ડેપોમાં બે નવી મીની બસોનું લોકાર્પણ, ધારાસભ્યએ જાતે બસ ચલાવી
Controversy of 2000 Rupee : અંબાજી ગ્રામ પંચાયતના કામદારે 2000 ની નોટ ન સ્વીકારતા હોબાળો
Bahujan Army Protest : ગાંધીધામમાં અલગ અલગ વિસ્તારમાં વેચાતા ધૂમ દેશીદારૂના હાટડાઓ વિરુદ્ધ બહુજન આર્મી મેદાને
Breaking News : રૂપિયા 2000ની ચલણી નોટો RBI એ પરત લેવાનો નિર્ણય કર્યો
World Museum Day : 18 મે – વિશ્વ સંગ્રહાલય દિવસ – ‘‘સસ્ટેઇનીબિલિટી એન્ડ વેલ બીઇંગ’’