
સુરત
પેપર લીક રિટર્ન્સ : VNSGU નું B.Com નુ ઈકોનોમિક્સનું પેપર લીક થતા પરીક્ષા રદ્દ
સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં B.Com સેમેસ્ટર 6 ની પરીક્ષા દરમિયાન ઇકોનોમિક્સનું પેપર ફૂટયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપ યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ભાવેશ રબારી દ્વારા કરવામાં આવ્યો છે. ભાવેશ રબારીએ જણાવ્યું છે કે પરીક્ષા પહેલા જ ઇકોનોમિક સેમેસ્ટર 6નું પેપર લીક થયુ હતું. વિદ્યાર્થીઓ ઇકોનોમિક્સ સેમેસ્ટર 6નું પેપર આપી રહ્યા હતા, પરંતુ પરીક્ષાના એક કલાક બાદ જ તેમને પરીક્ષા કેન્દ્રની બહાર મોકલી દેવામાં આવ્યા હતા.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાનું B.Com સેમેસ્ટર 6નું ઇકોનોમિક્સનું પેપર લીક થયું કે ફૂટી ગયું હોવાના આક્ષેપોને લઈને વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષનો જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓ તો એવું કહી રહ્યા છે, યુનિવર્સિટીની ભૂલના કારણે આ પેપર લીક થયું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ એવું પણ કહી રહ્યા છે કે, મોડી રાતથી જ વોટ્સએપ પરના જુદા જુદા ગ્રુપમાં ઇકોનોમિક્સ કેટલાક પ્રશ્નો વાયરલ થયા હતા. એટલે એવું કહી શકાય કે પરીક્ષા પહેલા જ વિદ્યાર્થીઓને પ્રશ્નોની ખબર પડી ગઈ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ પેપર વાડિયા વુમન્સ કોલેજમાંથી લીક થયું હતું.
પેપર લીકને લઈને NSUI દ્વારા એવી માગ કરવામાં આવી રહી છે કે, યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષાને તાત્કાલિક ધોરણે રદ્દ કરવામાં આવે. NSUI દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, ઇકોનોમિક્સની પરીક્ષાનું પેપર એક દિવસ પહેલા જ લીક થયુ અથવા ફૂટી ગયું હોવા મામલે તેઓએ યુનિવર્સિટીના કુલપતિને સમગ્ર બાબતની જાણ કરી હતી. પરંતુ, કુલપતિએ પરીક્ષા રદ્દ ન કરતાં પરીક્ષા ચાલુ જ રાખવામાં આવી હતી. અને જ્યારે પેપર લીક થયાના સમાચાર મળ્યા ત્યારે વિદ્યાર્થીઓને ચાલુ પેપરે જ પરીક્ષા કેન્દ્રની બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. જેને કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ માટે ઇકોનોમિક્સ સેમેસ્ટર 6નું આ પેપર છેલ્લું હતું. પરંતુ, પેપર લીક થયું હોવાની માહિતી મળતા અને વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાંથી બહાર કાઢી મૂકવામાં આવતા જ વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. કારણ કે, વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાને લઇને ખૂબ જ તૈયારીઓ કરવામાં આવી હતી અને જ્યારે પેપર ફૂટયું હોવાની વાત વહેતી થતા અને યુનિવર્સિટી દ્વારા પરીક્ષા રદ્દ કરવામાં આવતા વિદ્યાર્થીઓએ અડધું પેપર લખ્યું ત્યારે તેમને વર્ગખંડની બહાર કાઢી મુકવામાં આવતા વિદ્યાર્થીઓએ જે મહેનત કરી હતી તેના પર સંપૂર્ણપણે પાણી ફરી વળ્યું હતું.
નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
BIG BREAKING : લાઉડસ્પીકર વિવાદને લઈને આવ્યા મોટા સમાચાર : મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય
રોકીભાઈની ‘KGF Chapter 2’ ની ‘RRR’ ને ધોબીપછાડ, 4 દિવસમાં 550 કરોડથી વધુની કમાણી
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે