
ભરૂચ
રાજપારડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારનાં રાજપારડી ટાઉનમાં સડક ફળીયામાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી
English Alcohol Seized : પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લામાં પ્રોહિ/જૂગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ પર નજર રાખી સદંતર બંધ રહે, જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રોહીબીશન/ જૂગાર જેવી પ્રવૃત્તિઓ પર વોચ રાખી અસરકાર અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે પ્રોહીબીશન/જુગારના ગુન્હા શોધી કાઢવા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
જે સૂચન અનુસાર ભરૂચ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમીદારથી બાતમી મળેલ હતી કે રાજપારડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારનાં ટાઉનમાં આવેલ સડક ફળીયામાં રહેતો સુનીલભાઈ મયજીભાઈ વસાવાએ તેના ઘરમાં ઇગ્લીશ દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો લાવી સંતાડી રાખ્યો છે. જે મળેલી બાતમી આધારે રેડ કરી સુનિલભાઈના ઘરમાં તપાસ કરતાં ઘરમાંથી પ્રતિબંધીત ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની બોટલ તથા બીયર ટીન નંગ 612 ની કુલ કિંમત 73,200/- નો મુદામાલ ઝડપી પાડી પ્રતિબંધીત મુદ્દામાલ રાખનાર ઈસમ સુનીલભાઈ મયજીભાઈ વસાવાનાંઓને વોન્ટેડ જાહેર કરી પ્રોહીબીશન એકટ મુજબ ગુનો રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરાવવામાં આવ્યો.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Independence Day Celebration : કચ્છમાં માંડવી શહેરમાં 77 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
Proud Work by 108 Ambulance Team : દુર્ગમ વિસ્તારમાં પણ 108 એમ્બ્યુલન્સની કબીલેદાદ કામગીરી
Election in Gujarat : ગુજરાતમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની પેટાચૂંટણીની તારીખો જાહેર
Crime Investigation : શું અબડાસાનાં ધારાસભ્યનાં પુત્રનાં કાળા કારનામાં અંગે તપાસ થશે?