
બનાસકાંઠા
દાંતીવાડાના જાત ગામેથી ખનીજ ચોરી કરતા 5 ડમ્પર અને 6 ટ્રેકટર ઝડપાયા
ભૂસ્તર વિભાગે 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
Theft of Minerals : બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને ખનીજ માફિયાઓ પણ બેફામ બન્યા હોવાની વારંવાર ફરિયાદોને પગલે ભૂસ્તર વિભાગ સતર્ક બન્યુ હતું.દરમ્યાન દાંતીવાડાના જાત ગામે ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ મળતા જ ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિંહે અલગ અલગ બે ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને ડ્રોન સર્વિલન્સ દ્વારા ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરીલ 5 ડમ્પર અને 6 ટેક્ટર ઝડપી પાડ્યા છે જેમાં કુલ 1.50 કરોડનો મુદામાલ કબ્જે કરી તમામ વાહનો સામે દંડની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિંહે જણાવ્યું હતું કે મોડી રાત્રે ચેકીંગ દરમ્યાન દાંતીવાડાના જાત ગામે પાસેથી ગેરકાયદેસર ખનન ઝડપાયું છે જેમાં પાંચ ડમ્પર અને છ ટ્રેક્ટર જપ્ત કર્યા છે જ્યારે તપાસ કર્યા બાદ ડમ્પર માલિકો અને લીઝ માલિકને દંડ ફટકારવામાં આવશે.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Controversy of 2000 Rupee : અંબાજી ગ્રામ પંચાયતના કામદારે 2000 ની નોટ ન સ્વીકારતા હોબાળો
Bahujan Army Protest : ગાંધીધામમાં અલગ અલગ વિસ્તારમાં વેચાતા ધૂમ દેશીદારૂના હાટડાઓ વિરુદ્ધ બહુજન આર્મી મેદાને
Breaking News : રૂપિયા 2000ની ચલણી નોટો RBI એ પરત લેવાનો નિર્ણય કર્યો
World Museum Day : 18 મે – વિશ્વ સંગ્રહાલય દિવસ – ‘‘સસ્ટેઇનીબિલિટી એન્ડ વેલ બીઇંગ’’
Accident News : કોસંબા નજીક નેશનલ હાઇવે 48 પર વરરાજાની જાનમાં જઈ રહેલ બેન્ડ પાર્ટીનો ટેમ્પો પલ્ટી ગયો