Saturday, May 21, 2022

Home ગુજરાત Indian Army : શહેરાના આર્મી જવાન નિવૃત્ત થઈ માદરે વતન આવતા નગરજનો દ્વારા તેમનું સ્વાગત

Indian Army : શહેરાના આર્મી જવાન નિવૃત્ત થઈ માદરે વતન આવતા નગરજનો દ્વારા તેમનું સ્વાગત

0
Indian Army : શહેરાના આર્મી જવાન નિવૃત્ત થઈ માદરે વતન આવતા નગરજનો દ્વારા તેમનું સ્વાગત
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

પંચમહાલ

શહેરા વિસ્તારના સાડી સમડી ફળિયામાં આર્મી જવાન નિવૃત્ત થઈ માદરે વતન આવતા શહેરા નગરજનો દ્વારા વાજતે ગાજતે તેમનું સ્વાગત કરાયું

Indian Army : દેશની બોર્ડર પર માં ભારતીની રક્ષા પૂર્ણ કરી આર્મી જવાન નિવૃત્ત થઈ માદરે વતન પહોંચતા શહેરા નગરજનો દ્વારા નિવૃત્ત જવાનનું સન્માન કરાયું. ભારત દેશની સરહદે દિવસ રાત માતૃભૂમિની રક્ષા કરી આર્મીમાંથી નિવૃત્ત થઈ માદરે વતન પરત ફરતા ગ્રામજનોએ નિવૃત્ત જવાનનું સન્માન કરી, ફૂલહાર કરી ડીજે સાથે શોભાયાત્રા કાઢી હતી.

શહેરા સાડી સમડી ફળિયાના હનીફખાન બિસ્મિલ્લાખાન પઠાણને નાનપણથી જ કંઈક અલગ કરી બતાવવાની ઈચ્છા હતી. તેઓ પોતાનું અને પરિવાર સાથે ગામનું નામ રોશન કરવા ઇચ્છતા હતા. તેઓએ મોટા થઈને 23 વર્ષની ઉંમરે દેશની રક્ષા કરવા પોતાના પરિવાર અને ગામથી દૂર જઈ આર્મી જોઇન કરી. દેશની રક્ષા કરવા માટે આર્મીમાં જોઇન થયેલા પઠાણ હનીફખાન બિસ્મિલ્લાખાન પોતાની 17 વર્ષની સર્વિસ દરમ્યાન દેશની વિવિધ સરહદો પર ફરજ નિભાવીને નિવૃત્ત થઈ માદરે વતન પરત ફર્યા હતા. અમારા સંવાદદાતા નિલેષ દરજી સાથે વાત કરતાં નિવૃત્ત જવાને દેશની યુવા પેઢીને સંદેશો પાઠવ્યો હતો.

શહેરા ગામનો લાડલો દીકરો હેમખેમ 17 વર્ષ સુધી દેશની રક્ષા કરી નિવૃત્ત થઈ માદરે વતન પરત ફરતા પરિવાર તેમજ ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગ્રામજનો નિવૃત્ત જવાનને ફૂલહાર પહેરાવી ડીજે ના તાલ સાથે વાજતે ગાજતે નિવૃત્ત આર્મી જવાનનું શોભાયાત્રા નીકળી હતી. શહેરા નગરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં શહેરા નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Mehbooba Mufti : સેના લાવવાથી કંઈ નહીં થાય, પાકિસ્તાન સાથે વાત કરવી જ પડશે : મહેબૂબા મુફ્તી
NCP Leader vs PM Modi : NCP નેતા છગન ભુજબળે પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને વડાપ્રધાન મોદીની ટીકા કરી
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ...

પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક ઝડપાઇ. એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ કરી રાજ્યમાં ડ્રગ્સ પકડાવાના સિલસીલા વચ્ચે પાલનપુર-ડીસા હાઈવે પરથી બનાસકાંઠા...

વિદેશી તથા દેશી દારૂ બનાવતા/વેચાણ કરતા ઇસમો પર કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ...

એલ.સી.બી. માં નવનિયુક્ત પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એન.રાણા એલ.સી.બી.નાઓની ચાર્જ સાંભળતા ની સાથે દેશીદારૂ વેંચતા બુટલેગરો પર તવાઈ. રાણા સાહેબ ની આગેવાનીમાં અલગ અલગ ટીમો દ્વારા દેશી...

જામનગર ના નાની લાખાણી ગામે કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ નો સન્માન સમારોહ યોજાયો

જામનગર 14.5.22 ના રોજ નાની લાખાણી ગામે ગુજરાત રાજ્ય ના કેબિનેટ કૃષિ મંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલ ના સન્માન સમારંભ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us