
રાજકારણ
ગુજરાત કોંગ્રેસને ચૂંટણી રણનીતિકારની જરૂર છે, રાહુલ ગાંધી સામે મૂકી આ માંગણીઓ
Gujarat Assembly Election : ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ મહિલા ધારાસભ્યોને વધુ તક આપવાની માંગ કરી છે. સાથે જ રાજ્યમાં વધુ મહિલા ધારાસભ્યો હોવા પર પણ સહમતિ સધાઈ હતી.
ગુજરાતના દાહોદ પહોંચેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે બંધ રૂમમાં ધારાસભ્યો સાથે ખાસ બેઠક કરી હતી. અહેવાલ છે કે આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ રાહુલની સામે ઘણી માંગણીઓ મૂકી. જેમાં રાજ્યમાં મજબૂત ચહેરાની માંગનો સમાવેશ થાય છે. સાથે જ નેતાઓ ચૂંટણી રણનીતિકારની ઈચ્છા પણ વ્યક્ત કરી રહ્યા હોવાનું પણ કહેવાય છે. 182 વિધાનસભા બેઠકો ધરાવતા ગુજરાતમાં વર્ષના અંતમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.
રાહુલ ગાંધીએ દાહોદમાં આદિવાસી મતદારોને રીઝવવાના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આદિવાસીઓ સાથે મુલાકાત કર્યા બાદ તેમણે બંધ રૂમમાં ધારાસભ્યો સાથે ખાસ બેઠક બોલાવી હતી. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રશાંત કિશોર કોંગ્રેસ માટે ચૂંટણી વ્યૂહરચનાકાર બનવા અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. અહેવાલ મુજબ, ઘણા માને છે કે તેનાથી કોંગ્રેસને સારું પ્રદર્શન કરવામાં મદદ મળી હોત. કોંગ્રેસના નેતાઓએ કથિત રીતે ચૂંટણી વ્યૂહરચનાકારની માંગણી કરી છે જે જમીની સ્તરે મજબૂત વ્યૂહરચના ઘડી શકે.
અહેવાલો અનુસાર, મીટિંગ દરમિયાન, પાર્ટીના ધારાસભ્યોએ કથિત રીતે રાહુલ ગાંધીને ગુજરાતના વધુ પ્રવાસોનું આયોજન કરવા અને વધુ રેલીઓ અને રોડ શો કરવા કહ્યું છે. આ સિવાય પાર્ટી નેતૃત્વએ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં આવે તેવી માંગ કરી છે. પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાતમાં પાર્ટી માટે મજબૂત ચહેરાની માંગ કરી છે. ધારાસભ્યોએ રાહુલને કહ્યું છે કે પાર્ટીનો ચહેરો કોઈપણ વિવાદમાં ન ફસવો જોઈએ અને દરેક જ્ઞાતિમાં તેનો સ્વીકાર થવો જોઈએ.
આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ મહિલા ધારાસભ્યોને વધુ તક આપવાની માંગ કરી છે. સાથે જ રાજ્યમાં વધુ મહિલા ધારાસભ્યો હોવા પર પણ સહમતિ સધાઈ હતી. અહેવાલ મુજબ, ગોપનીયતાની શરતે બેઠકમાં હાજર રહેલા કોંગ્રેસ ધારાસભ્યએ કહ્યું કે રાહુલ ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું છે કે, “કોઈએ એવું ન વિચારવું જોઈએ કે તેઓ પાર્ટીથી ઉપર છે.” પક્ષ પ્રથમ પ્રાથમિકતા છે, વ્યક્તિ નહીં.
નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Gujarat Election : નારાજ હાર્દિક પટેલને શું રાહુલ ગાંધી મનાવશે? કરી શકે છે મુલાકાત
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે