
ગુજરાત
રાજ્ય સરકારનો કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય
કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી જાહેરાત
કૃષિ યુનિવર્સિટીમાં ૩૦૦ નવી બેઠકો પર પ્રવેશ
કેબિનેટ મંત્રી, કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલ દ્વારા કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે રાજય કૃષિ યુનિવર્સિટી પરિષદની બેઠક યોજાઈ હતી, જેમાં આવનારા વર્ષે કૃષિ યુનિવર્સિટીઓ અંતર્ગત ચાલતા જુદા જુદા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં હાલની બેઠકોમાં વધારો કરીને અંદાજીત ૩૦૦ જેટલી વધુ બેઠકો ઉપર પ્રવેશ આપવા માટેનો મહત્વનો નિર્ણય કૃષિ મંત્રી દ્વારા લેવામાં આવ્યો છે.
આ બેઠકમાં કૃષિ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું કે, આ નિર્ણયથી કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓને લાભ થશે. ઉપરાંત વિદેશના વધુ વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી શકે તે માટે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવા ભાર મૂક્યો છે. જેથી કરીને અન્ય દેશોની શૈક્ષણિક સંસ્થાઓ સાથે કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન વધુ મજબૂત બનશે. કૃષિ યુનિવર્સિટીઓમાં શિક્ષણ કાર્ય વધુ સુદ્રઢ બને તે માટે જરૂરી ભરતી પ્રક્રિયાને વેગ આપવા કૃષિ મંત્રીએ યોગ્યા સૂચનો કર્યા હતા.
ખેડૂતોને સીધો ફાયદો થવાની શક્યતા
રાજયમાં કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ શિક્ષણ તથા ખેડૂતો માટે વિસ્તરણ પ્રવૃત્તિઓની સાથે સાથે વિવિધ પાકોમાં સંશોધન કાર્યવાહી હાથ કરવામાં આવે છે. કૃષિ મંત્રીએ જણાવ્યું હતુ કે હજી પણ વધુ ઉત્કૃષ્ટ સંશોધન કરી ખેડૂતોને સીધો ફાયદો થાય તે મુજબ આગામી વર્ષોમાં સંશોધન કાર્યો હાથ ધરવા જોઈએ. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીએ કૃષિ યુનિવર્સિટીઓની આગવી ઓળખ પ્રસ્થાપિત થાય જેનો સીધો લાભ ખેડૂતો-વિદ્યાર્થીઓને મળે તે માટે પ્રયત્નશીલ રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી.
રાજ્યના કૃષિ યુનિવર્સિટી હેઠળ ચાલતા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં હાલની બેઠક સંખ્યામાં 300 બેઠકોનો વધારો કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીયો લાભાન્વિત થશે. pic.twitter.com/d0iUQHnMEP
— Raghavji Patel (@RaghavjiPatel) April 18, 2022
ગાંધીનગર ખાતે મળેલી આ બેઠકમાં ખેતી નિયામક, બાગાયત નિયામક, પશુપાલન નિયામક, આણંદ, નવસારી, જુનાગઢ તથા સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ તેમજ કમિટીના સભ્યઓ ઉપસ્થિત રહ્યાં હતાં, અને સૌ કોઈ દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો.
નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
BIG BREAKING : લાઉડસ્પીકર વિવાદને લઈને આવ્યા મોટા સમાચાર : મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય
રોકીભાઈની ‘KGF Chapter 2’ ની ‘RRR’ ને ધોબીપછાડ, 4 દિવસમાં 550 કરોડથી વધુની કમાણી
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે