Saturday, October 8, 2022

Home ગુજરાત જામનગર Sports for Youth : જામનગર રમત સંકુલ ખાતે સ્વિમિંગ પુલ તથા બાસ્કેટબોલ કોર્ટનું લોકાર્પણ

Sports for Youth : જામનગર રમત સંકુલ ખાતે સ્વિમિંગ પુલ તથા બાસ્કેટબોલ કોર્ટનું લોકાર્પણ

0
Sports for Youth : જામનગર રમત સંકુલ ખાતે સ્વિમિંગ પુલ તથા બાસ્કેટબોલ કોર્ટનું લોકાર્પણ
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

જામનગર

જામનગર રમત સંકુલ ખાતે રૂ.5.61 કરોડના ખર્ચે નિર્મિત સ્વિમિંગ પુલ તથા બાસ્કેટબોલ કોર્ટનુ લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

Sports for Youth :જામનગરના યુવાનો સ્વિમિંગ તથા રમત-ગમત ક્ષેત્રે આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા શહેરના મધ્યમા જ સુચારૂ વ્યવસ્થા ઉભી કરાઈ – ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી.

જામનગર તા.૨૦ જૂન, શહેરના અજીતસિંહજી પેવેલિયન પાસે આવેલ જામનગર રમત સંકુલ ખાતે રૂ.૫૬૧.૩૩ લાખના ખર્ચે નિર્માણ પામેલ સ્વિમિંગ પુલ તથા તથા બાસ્કેટબોલ કોર્ટનુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યુ હતુ.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, જામનગરના યુવાનો સ્વિમિંગ તથા રમત-ગમત ક્ષેત્રે આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા શહેરના મધ્યમા જ સુચારૂ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોઈ પણ જાહેરાત વિના જ જામનગરના નાગરિકોને રાજ્ય સરકારે આપેલી આ સરપ્રાઈઝ ભેટ છે. યુવાનો રમત ગમત ક્ષેત્રે વધુમાં વધુ આગળ વધે અને જામનગર તથા દેશનુ નામ વૈશ્વિક સ્તરે રોશન કરે તેવી આ પ્રસંગે મંત્રીએ અભ્યર્થના વ્યક્ત કરી હતી.

રૂ.૫૬૧.૩૩ લાખના ખર્ચે લોકાર્પિત થયેલ સ્વિમિંગ પુલમાં ૨૫ X ૧૨.૫ મીટરનો હશે જેમા કોચ રૂમ, મહિલા અને પુરૂષ ચેન્જ રૂમ, હેન્ડીકેપ રૂમ, કિચન એરીયા વિથ ડાઈનિંગ રૂમ તેમજ પંપ રૂમની અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરાઈ છે. તથા બાસ્કેટબોલ કોર્ટ ૨૮ X ૧૫ મીટરનુ નિર્મિત કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય આર.સી.ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર શ્રીમતી બિનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા, ભરતભાઈ બોઘરા, જિલ્લા પ્રભાર અભયસિંહ ચૌહાણ, ડે. મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષ કટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, કલેકટર ડો.સૌરભ પારઘી, કમિશનર વિજય ખરાડી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતા.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Modi Government : મોંઘવારી કાબુમાં લેવા મોદી સરકારની ચોતરફ તૈયારી, પેટ્રોલ અને ડીઝલ બાદ હવે આ વસ્તુઓનો વારો
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Mobile Ban At Duty : ફરજ પરના સમયે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ

રાષ્ટ્રીય ફરજ પરના સમયે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ ફરજ પરના સમયે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ, કર્મચારીઓને આઉટસોર્સ કરવા નવા નિયામકનો આદેશ. Mobile Ban At Duty...

Gujarat Election : ગુજરાતના મચ્છઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રાલયના પરસોત્તમ રૂપાલા રાજકોટ પ્રવાસે

રાજકોટ https://youtu.be/nl2nddWMYso રાજકોટ જીલ્લાના ધોરાજીમા ગુજરાત રાજ્યના મચ્છઉદ્યોગ પશુ પાલન અને ડેરી મંત્રાલયના પરસોત્તમ રૂપાલા પ્રવાસે આવ્યા Gujarat Election : હાલ ગુજરાત રાજ્યમા લગભગ વિધાન સભાની ચૂંટણીના...

Vande Bharat Express Accident : વંદેભારત એક્સપ્રેસ અકસ્માત : ભેંસોના માલિકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ગુજરાત વંદેભારત એક્સપ્રેસ અકસ્માત : ભેંસોના માલિકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ મુંબઈથી અમદાવાદ આવી રહેલી વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો ટ્રેનને 4 ભેંસો અથડાઇ હતી, આગળના ભાગને નુકસાન...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us