બનાસકાંઠા
બનાસકાંઠાની ડીસા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોરનો દબદબો
Gujarat Election 2022 : બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા બેઠકની ચૂંટણીનો પ્રચાર જંગ પરાકાષ્ટાએ પહોંચી ગયો છે. જેમાં ડીસા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોરને મળતા પ્રચંડ જન સમર્થનથી ભાજપ અને કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે.
બનાસકાંઠા જિલ્લાની મહત્વની ડીસા વિધાનસભા મત વિસ્તારમાં ઠાકોર સમાજના સૌથી વધુ મતો છે તેમછતાં કોંગ્રેસ બાદ ભાજપે પણ ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ ન આપતા ઠાકોર સમાજમાં ભડકો થયો છે. જેથી સમાજના કહેવાથી લેબજી ઠાકોરે ભાજપનો ખેસ છોડી અપક્ષમાં દાવેદારી કરી છે. સરળ અને નિખાલસ સ્વભાવના લેબજી ઠાકોરના સમર્થનમાં સ્વંયભૂ પ્રચાર અભિયાન વેગવંતુ બની ગયું છે.
જેમને ગામે ગામ પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે. ગતરોજ ઢુવા ગામે યોજાયેલ જન સભામાં જનમેદની ઉમટી પડી હતી અને તેમને ફુલહાર પહેરાવી વધાવી લીધા હતા.જન સભાને સંબોધતા લેબજી ઠાકોરે પક્ષાપક્ષી કે ભેદભાવ વગર તમામ સમાજ અને ગામોનો વિકાસ કરવાની ખાતરી આપી હતી.
જન સભામાં ગગજી ચેંનજીજી (માજી સરપંચ),મગનભાઈ દેસાઈ, દિલીપજી ગંભીરજી, ભવનજી મલાજી,રસિકજી પોપટજી,વિષ્ણુજી હેદુજી,
દાજાજી તખાજી,સુરસંગજી રત્નાજી,મથુરજી બળવંતજી સહિત તમામ સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા