
ક્રિકેટ ન્યૂઝ
TATA IPL 2022 | CSK vs MI : 7 માંથી 7 મેચ હાર્યા બાદ હવે શું થશે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું ?
IPL 2022 ની હવે 33 મેચ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર અઠવાડિયા પૂર્ણ થવા આવ્યા છે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સની હાલત જોઈને હવે એવું નક્કી જ થઈ ગયું છે, કે હવે MI ટીમમાં પોતાનું સ્થાન જાળવી શકશે નહીં. કારણ કે હજી પણ MI એકેય મેચ જીતી શકી નથી. ગતરોજ CSK સાથે MI ની ટીમ 2 પોઈન્ટ મેળવવાની આશા સાથે મેદાનમાં ઉતરી હતી, પરંતુ આ મેચમાં પણ રોહિત શર્માની MI એ આ રોમાંચક મુકાબલામાં મેચના છેલ્લા બોલે ફરી એક વખત હારનો સામનો કરવો પડ્યો છે. ફિનિશર ધોનીએ ફરી એક વખત પોતાની કાબેલિયત અનુસાર ઓવરના છેલ્લા બોલ પર 4 રન કરીને પોતાની ટીમને મહત્વપૂર્ણ 2 પોઈન્ટ અપાવ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સની આ સિઝનમાં સતત સાતમી હાર છે અને ફરી એક વખત પાંચ વખતની ચેમ્પિયન ટીમ IPL ના પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલાવી શકી નથી. જ્યાં સુધી ચેન્નાઈ સુપર કિંગ્સનો સંબંધ છે ત્યાં સુધી, ડિફેન્ડિંગ ચેમ્પિયન્સે સિઝનની તેમની બીજી જીત સાથે પ્લેઓફની તેમની અસંભવ તકો જાળવી રાખી છે.
બંને ટીમોએ આ મેચ પહેલા 6-6 મેચ રમી લીધી છે, જો કે તેમાંથી CSK ને એક મેચમાં વિજય મળ્યો છે, પરંતુ મુંબઈના ખાતામાં હજી પણ નિરાશાજનક શૂન્ય છે. પરંતુ આ મેચમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, કે મુંબઈની ટીમ CSK વિરુદ્ધ જીત મેળવીને પોતાનું ખાતું ખોલશે. પરંતુ CSK દ્વારા પહેલી જ ઓવરમાં રોહિત શર્મા અને ઈશાંત કિશનની વિકેટે પાણી ફેરવી દીધું હતું, જો કે રોહિત શર્માએ બોલિંગનો કમાલ બતાવવાના પૂર્ણ પ્રયત્ન કર્યા હતા, અને મેચને છેલ્લા બોલ સુધી લઈ ગયા હતા, પરંતુ, જ્યાં સ્ટ્રાઈક પર ફિનિશર ધોની હોય, ત્યાં સામેવાળી ટીમની બધી આશાઓ ફરી વળે છે. અને એવું જ કંઈક આ મેચમાં થયું. CSK ને છેલ્લા બોલ પર 4 રનની જરૂરિયાત હતી, અને સ્ટ્રાઈક પર ધોની હતો. ધોનીએ આ બોલ પર 4 રન મારીને રોહિત શર્માની ટીમ MI ને ફરી એક વખત નિરાશા તરફ ધકેલી દીધી હતી.
પોઈન્ટ ટેબલની ‘જૈસે થે’ની સ્થિતિ
આ પરિણામ બાદ પોઈન્ટ ટેબલમાં કોઈ ફરક પડ્યો નથી તથા કોઈપણ ટીમનું સ્થાન બદલાયું નથી. આ મેચ પહેલા પણ મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લા સ્થાને હતી અને હજી પણ છેલ્લા સ્થાને જ છે. મેચ જીત્યા બાદ ચેન્નાઈ હજી પણ નવમા સ્થાને જ છે, પરંતુ તેના 2 વધુ પોઈન્ટ્સ વધ્યા છે, જેના આધારે તેના 7 મેચમાં હવે 4 પોઈન્ટ છે.
#IPL2022 Points Table as on 22-04-2022.#TV9News #IPL #IndianPremierLeague pic.twitter.com/SrWOwPpFBr
— Tv9 Gujarati (@tv9gujarati) April 22, 2022
દિલ્હી-રાજસ્થાનની ટક્કર પર રહેશે નજર
હવે જો તમે પોઈન્ટ ટેબલમાં કેટલાક ઉતાર-ચઢાવ હોવો હોય તો શુક્રવારે 22 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચની રાહ જોવી પડશે. બંને ટીમોએ તેમની આ પહેલાની મેચો જીતી છે, પરંતુ તેમના પોઈન્ટ્સમાં તફાવત છે. રાજસ્થાનના 8 પોઈન્ટ છે ત્યારે દિલ્હીના 6 પોઈન્ટ છે અને તે છઠ્ઠા સ્થાન પર છે. જો રાજસ્થાન આ મેચ જીતી જાય, તો તે પ્રથમ સ્થાન પર આવી જશે. બીજી તરફ જો દિલ્હી જીતશે તો તે રાજસ્થાન સહિતની બાકીની ટીમોને પાછળ છોડીને ત્રીજા સ્થાને પ્રવેશ કરશે. હવે આગળની મેચોમાં શું ઉતાર-ચઢાવ થાય છે, તે જોવું રહ્યું.
નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
BIG BREAKING : લાઉડસ્પીકર વિવાદને લઈને આવ્યા મોટા સમાચાર : મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય
રોકીભાઈની ‘KGF Chapter 2’ ની ‘RRR’ ને ધોબીપછાડ, 4 દિવસમાં 550 કરોડથી વધુની કમાણી
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે