Saturday, May 21, 2022

Home ગુજરાત BUS ACCIDENT ડ્રાઈવરની સમયસૂચકતાથી બસમાં બેઠેલા ૪૦ મુસાફરોનો બચાવ.

BUS ACCIDENT ડ્રાઈવરની સમયસૂચકતાથી બસમાં બેઠેલા ૪૦ મુસાફરોનો બચાવ.

0
BUS ACCIDENT ડ્રાઈવરની સમયસૂચકતાથી બસમાં બેઠેલા ૪૦ મુસાફરોનો  બચાવ.
save 40 passenger by bus driver
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

ડીસાના ભોયણ નજીક લક્ઝરી બસ અને જીપ ટકરાતાં એકનું મોત

ડ્રાઈવરની સમયસૂચકતાથી બસમાં બેઠેલા ૪૦ મુસાફરોનો બચાવ——

ડીસા નજીકના ભોંયણ પાસે આજે ડિવાઈડર ઓળંગી રોંગ સાઈડમાં આવેલી જીપ સરકારી લકઝરી એસટી બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.અકસ્માતમાં જીપ ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સદનસીબે બસમાં બેઠેલ ૪૦ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિતા જનક વધારો થઈ રહ્યો છે.ત્યારે આજે ડીસાના ભોયણ નજીક વધુ એક અકસ્માતની ઘટના બની છે જેમાં ધાનેરાથી અમદાવાદ જતી સરકારી બસ ભોંયણ નજીકથી પસાર થતી હતી .તે દરમિયાન રોંગ સાઈડમાંથી ડિવાઈડર ઓળગી આવી રહેલી જીપ બસ સાથે ધડાકાભેર અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં જીપના આગળના ભાગના કુર્ચેકુર્ચા નીકળી ગયા હતાં.તેમજ બસ પણ ડીવાઈડર તોડી રોડની નીચે ઉતરી ગઇ હતી પરંતુ બસ ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી બસને સાઈડમાં ઉતારી દેતા બસમાં સવાર ૪૦ જેટલા મુસાફરોનો બચાવ થયો હતો
જોકે અકસ્માતના પગલે ઘટના સ્થળે ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને જીપના ચાલક જગદીશરામ નેનારામ (રહે.રાજસ્થાન) ને ગંભીર ઇજા થતાં સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું .અકસ્માતના પગલે ડીસા તાલુકા પોલીસની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

લખપત તાલુકાના પી.સી.પટેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમા કોરા કાગળો ઉપર ખોટી સહીઓ કરાવી ને વર્કરો...

પ્રાપ્ત વિગતો અનુસાર લખપત તાલુકાના માતાના મઢ ખાતે આવેલી જી.એમ.ડી.સી. લી. પ્રોજેક્ટ મા પેટા કોન્ટ્રાક્ટ તરીકે આવેલી પી.સી.પટેલ પ્રાઇવેટ લિમિટેડ કંપની મા મસીન ઓપરેટર...

પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ...

પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક ઝડપાઇ. એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ કરી રાજ્યમાં ડ્રગ્સ પકડાવાના સિલસીલા વચ્ચે પાલનપુર-ડીસા હાઈવે પરથી બનાસકાંઠા...

વિદેશી તથા દેશી દારૂ બનાવતા/વેચાણ કરતા ઇસમો પર કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ...

એલ.સી.બી. માં નવનિયુક્ત પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એન.રાણા એલ.સી.બી.નાઓની ચાર્જ સાંભળતા ની સાથે દેશીદારૂ વેંચતા બુટલેગરો પર તવાઈ. રાણા સાહેબ ની આગેવાનીમાં અલગ અલગ ટીમો દ્વારા દેશી...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us