Friday, December 2, 2022

Home ગુજરાત બનાસકાંઠા Butlegars Nabs : ડીસામાં એલસીબી પોલીસનો સપાટો : ૬ બુટલેગર પકડ્યા

Butlegars Nabs : ડીસામાં એલસીબી પોલીસનો સપાટો : ૬ બુટલેગર પકડ્યા

0
Butlegars Nabs : ડીસામાં એલસીબી પોલીસનો સપાટો : ૬ બુટલેગર પકડ્યા
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા

ડીસામાં એલસીબી પોલીસનો સપાટો : ૬ બુટલેગર પકડ્યા

Butlegars Nabs : બનાસકાંઠા જિલ્લાના વેપારી અને તાલુકા મથક ડીસામાં વિદેશી દારૂનું ખુલ્લેઆમ ‘હોમ ડિલિવરી’ થી વેચાણ થઈ રહ્યું છે. એક ફોન કરતા જ માંગો તે બ્રાન્ડનો દારૂ ઘેર બેઠા મળી રહે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે મળેલ બાતમી આધારે ડીસાના લાટી બજાર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન એક ઇસમ જયુપીટર (નમ્બર જીંજે ૦૮ બી એમ ૮૮૪૧) લઈ ઉભેલ હતો. તેને પકડી પાડેલ અને તેનું નામ પૂછતાં જીગ્નેશ દિલીપભાઈ મોદી હોવાનું જણાવેલ અને જયુપીટર ઉપર એક બોક્સ પડેલ હતું.

તેમા તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂની ૬૮ જેટલી બોટલો મળી આવેલી. આ બાબતે પોલીસે તેની કડક પૂછપરછ કરતા તે દારૂ ડીસામાં રહેતા પાંચેક બુટલેગરો પાસેથી લાવેલ હોવાની કબૂલાત કરી હતી.જેથી પોલીસે ૬૮ બોટલ દારૂ,એક મોબાઈલ અને જયુપીટર મળી કુલ રૂપિયા ૩૭૬૪૦ નો મુદામાલ જપ્ત કરી અંકુર દિલીપભાઈ મોદી, રહે.ઉમિયાનગર, દિલીપ લાલચંદભાઈ મોદી, રહે.ગાંધીચોક, મેહુલ દેવચંદભાઈ મોદી ,રહે.મોચીવાસ ,ગૌરવ જગદીશભાઈ મોદી,રહે.શાસ્ત્રી નગર, પ્રતીક ભરતભાઈ મોદી રહે.લાટી બજાર અને જીગ્નેશ દિલીપભાઈ મોદી રહે.રામજી મંદિર પાછળ વિરુદ્ધ વિદેશી દારૂનું વેચાણ કરવા મામલે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

આ વખતે ચુંટણીમાં ભાજપનું નિશાન”કમળ “નહી,દારૂની બોટલ જોઈતી હતી.બહાદુરભાઈ

નર્મદા આ વખતે ચુંટણીમાં ભાજપનું નિશાન"કમળ "નહી,દારૂની બોટલ જોઈતી હતી...બહાદુરભાઈ ચૈતરભાઈ વસાવાએ તમામ કામો કરી, ખાઈને છોટુભાઈ/ મહેશભાઈ અને સમાજ સાથે દગો કર્યો...બહાદુરભાઈ ઉપલીમાથાસર તા....

Gujarat Election 2022 : વડાલી ઈડર વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર નો પ્રચંડ પ્રચાર.

વડાલી ઈડર વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર નો પ્રચંડ પ્રચાર. 28 વડાલી ઇડર વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર રમણલાલ વોરા આજે વડાલી તાલુકા ના પૂર્વ...

નાંદોદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ નો ભાજપના ઉમેદવારના પ્રચાર માટે ભવ્ય રોડ શોમાં...

નર્મદા નાંદોદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ નો ભાજપના ઉમેદવારના પ્રચાર માટે ભવ્ય રોડ શોમાં હજારો ની સંખ્યામાં જનમેદની ઉમટી. નાંદોદ ભાજપના ઉમેદવાર ડૉ દર્શનાબેન દેશમુખના...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us