
સુરત
ગુજરાતના તમામ શહેરોમાં પોલીસના ટોળા ભેગા થઈને બેફામ પૈસા ઉઘરાવી રહ્યા છે, હેલ્મેટ-સીટ બેલ્ટ ભંગની ટ્રાફિક ડ્રાઈવ બંધ કરવા ભલામણ કરી
સુરતના ધારાસભ્ય કિશોર કાનાણીએ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસ માટેની પોલીસ દ્વારા જે ડ્રાઈવ ચાલુ છે તેને તાત્કાલિક ધોરણે રદ્દ કરવા જણાવ્યું છે. કાનાણીએ પત્રમાં લખ્યું છે કે, હાલમાં જ લોકો જેમ તેમ કોવિડ-19માંથી બહાર આવ્યા છે અને સામાન્ય જનતા હાલ જ બધા બંધનોમાંથી મુક્ત થઈ રહી છે. ત્યારે આ હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસ અંગેની ડ્રાઈવ બાબતે સામાન્ય લોકો પર દંડનો ભાર નાંખવો ખૂબ જ આકરો છે. શહેરી વિસ્તારોમાં પોલીસના ટોળે-ટોળા ભેગા થઈને બેફામપણે પૈસાની ઉઘરાણી કરી રહ્યા છે. આ ઉપરાંત તેમની હેરાનગતિ વધી રહી છે તે માટે પ્રજાના સહયોગ માટે હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસ અંગેની ડ્રાઈવ રદ્દ કરવામાં આવે તેવી ભલામણ કિશોર કાનાણીએ કરી છે.
ઉલ્લેખનીય છે કે, અકસ્માતનું પ્રમાણ ઘટાડવા તેમજ ટ્રાફિકના નિયમોની યથાયોગ્ય અમલવારી માટે તા. 06 માર્ચ 2022 થી તા. 15 માર્ચ 2022 દરમિયાન હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસ અંગે પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવા તથા આ ડ્રાઈવ દરમિયાન આ નિયમોના ભંગને લગતા શક્ય તેટલા વધારે કેસ કરવા પણ કહેવામાં આવ્યું છે. પોલીસ મહાનિરીક્ષક પિયુષ પટેલ એસ.ટી.બી. ગુજરાત રાજ્યએ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરાના પોલીસ કમિશનરને ઉદ્દેશીને હેલમેટના નિયમ ભંગ તથા સીટ બેલ્ટ ભંગના કેસ મામલે ડ્રાઈવ યોજવા આદેશ આપ્યો છે.
In majority case, police want to settlement,
In that case corruption increase highly
you r right
પોલીસ ફરીયાદી છે, પોલીસ ને સ્થાનીક જ્યૂ.ફ.ક.મેજીસ્ટ્રેટ ના સમાધાન,દંડ,વસૂલાત ના ટાવર્સ કે સતા કોઈ કાયદા થી આપવામાં આવેલ નથી, ટોઈન્ગ વાહન ટોઈંગ ખર્ચ વસૂલાત ની જોગવાઈ છે પણ મેજીસ્ટ્રેટના આદેશ વિહીન ગેરકાનૂની છે.ફરીયાદી જ દંડની સજા કરી સકે???
સતાધારી ભ્રષ્ટાચારી કાલાધની કોમવાદી કૌભાંડી રાજકારણી ઓ ના ગુલામ નહીં, માલીક પ્રજા ના સંનિષ્ઠ સેવક નોકર બનીને જીવો અને જીવવા દો!
ડિ.એન.ત્રિવેદી, એડવોકેટ, સૌરાષ્ટ્ર સ્ટેટ હાઈકોર્ટ, ગુજરાત પોલીસ પરીવાર યુનિયન સંઘ.ના સવિનય સાદર નમસ્કાર.જય માતાજી ની, જય મહાકાલ,જય જય ગોપાલ,જોરસે બોલીએ ,એય બાપા….એય ….બાપા સીતારામ સીતારામ !