
નર્મદા
નર્મદા જીલ્લાની પ્રાથમિક ગૃપ શાળા બોરિદ્રા ખાતે ચંદ્રયાન-૩ ની સફળતા માટેની પ્રાર્થના, જાગૃતિ રેલી અને રમત સ્પર્ધાઓનું સાયન્સ સીટી અમદાવાદના માધ્યમથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું.
Chandrayand-3 : આજ રોજ સાંજના સમયે ચંદ્ર યાનના સફળ લેન્ડીગ માટે નર્મદા જિલ્લાની એકમાત્ર પ્રાથમિક ગૃપ શાળા બોરિદ્રા ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર અને મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર રાજપીપળાના સહયોગથી પ્રાથમિક શાળા બોરિદ્રા મુકામે ચંદ્રયાન-૩ ના સફળતા માટેની પ્રાર્થના કરી જાગૃતિ રેલી અને રમત સ્પર્ધા યોજવામાં હતી. જેનું જીવંત પ્રસારણ સાયન્સ સીટી અમદાવાદ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું જે સમગ્ર નર્મદા જિલ્લા માટે ગૌરવની વાત છે.
આ યોજાયેલ ચંદ્રયાન-૩ સફળતા માટેની પ્રાર્થના સભા અંગે શાળાના આચાર્ય શ્રી અનિલભાઈ મકવાણા દ્વારા જણાવાયું હતું કે આજે આપણા ભારત દેશના વૈજ્ઞાનિકો કપળી મહેનત અને રાતદિવસ એક કરી ભારત દેશને અંતરિક્ષમાં આગવું સ્થાન અપાવવા જઈ રહ્યા છે અને જેમાં ભારત દેશના વૈજ્ઞાનિકો ઈતિહાસ રચિ ભારત દેશનું નામ રોશન કરે તેણી સફળતા માટે આજ રોજ પ્રાથમિક શાળા બોરિદ્રા તા. નાંદોદ જી. નર્મદા ખાતે જન જાગૃતિ રેલી યોજી પ્રાર્થના સભા અને સ્પર્ધા યોજી હતી અને જે નર્મદા જિલ્લાની એકમાત્ર બોરિદ્રા પ્રાથમિક શાળાનું જીવંત પ્રસારણ ગુજકોસ્ટ ગાંધીનગર અને મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર રાજપીપળાના સહયોગથી કરવામાં આવ્યું હતું.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Chandrayan-3 : ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગથી ડીસામાં આતશબાજી
Independence Day Celebration : કચ્છમાં માંડવી શહેરમાં 77 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
Proud Work by 108 Ambulance Team : દુર્ગમ વિસ્તારમાં પણ 108 એમ્બ્યુલન્સની કબીલેદાદ કામગીરી
Election in Gujarat : ગુજરાતમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની પેટાચૂંટણીની તારીખો જાહેર