
ગાંધીનગર
ભારત માટે ઐતિહાસિક ક્ષણ: ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ચંદ્રયાન-૩નું સફળ લેન્ડિંગ
કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ-ગાંધીનગર ખાતેથી નિહાળ્યું જીવંત પ્રસારણ
Chandrayan-3 : ચંદ્રયાન-૩ મિશનના વિચારબીજથી લઇ ચંદ્રની સપાટી પર તેના સફળ લેન્ડિંગ સુધી યોગદાન આપનાર પ્રત્યેક ભારતીયને અભિનંદન પાઠવતા કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પટેલ
ભારતને અવકાશ સંશોધન ક્ષેત્રે વૈશ્વિક ઓળખ અપાવનાર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા નિર્મિત ચંદ્રયાન-૩ એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે. ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગરના ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ખાતેથી ચંદ્રયાન-૩ લેન્ડિંગનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
કૃષિ મંત્રીએ ચંદ્રયાન-૩ મિશનના વિચારબીજથી લઇ ચંદ્રની સપાટી પર તેના સફળ લેન્ડિંગ સુધી પોતાનું યોગદાન આપનાર પ્રત્યેક ભારતીયને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ભારત વૈશ્વિક કક્ષાએ એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે, તેમાં આજે ચંદ્રયાન-૩નું સફળ લેન્ડિંગ વધુ એક સીમાચિન્હ બન્યું છે.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Chandrayan-3 : ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગથી ડીસામાં આતશબાજી
Independence Day Celebration : કચ્છમાં માંડવી શહેરમાં 77 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
Proud Work by 108 Ambulance Team : દુર્ગમ વિસ્તારમાં પણ 108 એમ્બ્યુલન્સની કબીલેદાદ કામગીરી
Election in Gujarat : ગુજરાતમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની પેટાચૂંટણીની તારીખો જાહેર