
કચ્છ
સરહદીય લખપત તાલુકાના દયાપર મથકના સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરની બેદરકારી સામે આવી
દયાપર ગામના રહેવાસી બહેન શ્રી હંસાબેન હિતેશ જાગરીયા એ તારીખ 02/01/2021ના રોજ કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પમાં સ્ત્રી વ્યધિકરણ(લેપ્રોસ્પિક) ઓપરેશન કરાવેલ હોવા છતાં, તેમને ત્યાં તારીખ 03/09/2021 ના રોજ તેમણે દયાપરના સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રીજા બાળકને જન્મ આપેલ, કહેવું પડે, આવા આરોગ્ય કેન્દ્રનું અને ઓપરેશન કરતાં ડોક્ટરશ્રીઓનું કે, ટેકનોલોજીના યુગમાં પણ નોર્મલ ઓપરેશન જો નિષ્ફળ જતા હોય, તો વિશેષ શું આશા રાખવી આવા બેદરકારી ડોકટરો પાસે.
બેન શ્રી હંસાબેન તા-09/09/2021ના રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની કચેરી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ ભુજ- કચ્છ ને પણ અરજ કરેલ હોવા છતાં આજદિન સુધી કોઇ પણ જાતની કામગીરી કે વળતર પેટે સરકારશ્રી ના આદેશ અનુસાર તંત્ર અને આરોગ્ય વિભાગ આજદિન સુધી નિષ્ફળ ગયેલ છે.
અને ખબર અંતર પૂછવાનું તો ઠીક પણ, અરજી આપવા ગયેલ બેનને ઊલટા ચોર કોટવાલ કો ડાટે એવો કડવો અનુભવ થયેલ અને ત્યાંના અધિકારીશ્રીએ જણાવેલ કે, આપને જ્યાં જવું હોય ત્યાં ફરિયાદ કરવી હોય ત્યાં જઈ શકો છો.
અત્યારે સરકારશ્રીના પ્રયાસો મુજબ નાનુ કુટુંબ સુખી કુટુંબના સૂત્ર અને એની વિરુદ્ધ બેદરકારીભર્યો આ કિસ્સો સામે આવ્યો છે, ઘોર બેદરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર વિભાગના સરકારી તબીબની સામે આવી છે અને બહેનશ્રીને ન્યાય માટે મીડિયાનો સહારો લેવો પડ્યો છે.
હંસાબેન ગરીબ પરિવારના હોવાથી તેમની મુશ્કેલીઓ આવા બેદરકારી ડોક્ટરોના થકી ભોગવવી પડે એમ છે, સરકારી તંત્ર પાસે તેમણે આવી ન્યાયની મીટ માંડી છે.
કુટ્ંબ નિયોજન ઓપરેશન પછી પ્રેગનન્ટ થઈ શકે તેવી 2 થી 5 ટકા શક્યતા હોય છે જ.
સરકારી નિયમો પ્રમાણે ઓપરેશન પછી જ્યારે પ્રેગનન્ટ હોવા ની ખબર પડે ત્યારે વહેલીતકે સરકારી દવાખાનામાં સંપર્ક કરવો જેથી વહેલીતકે વિના
મુલ્યે ગર્ભપાત ની કાર્યવાહી કરી શકાય અને ફરી એક વાર ઓપરેશન કરવુ પડે.
જો માતા ઇચ્છતા હોય તો તે બાળક ને જન્મ આપી શકે છે અને જન્મ આપ્યા પછી ફરી ઓપરેશન કરવુ પડે
agreed