
બીજી ઇનિંગમાં ના ચાલ્યા ઓપનર્સ
આ મહામુકાબલામાં પહેલી ઇનિંગમાં તો ભારતીય ઓપનર્સે સારી શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને શુભમન ગીલે પહેલી વિકેટ પહેલા અર્ધશતક ફટકારી દીધુ હતુ.
રોહીતે 34 અને ગિલે 28 રન બનાવ્યા હતા. જો કે ક્રિઝ પર જામ્યા બાદ બંને આઉટ થઇ ગયા હતા. તે લાંબા સમય સુધી રમી શકે તેમ હતો પરંતુ વિકેટ ગુમાવી દીધી હતી. બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાની પહેલી વિકેટ 24ના સ્કોર પર જ પડી ગઇ હતી. ગિલ પણ માત્ર 8 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. તો રોહીત પણ 30 રન બનાવીને આઉટ થઇ ગયો હતો.
ન ચાલ્યા અનુભવી બેટ્સમેન
ફાઇનલ જેવી મહત્વની મૅચમાં દરેક ટીમને એવુ હોય કે તેની ટીમના મહત્વના બેટ્સમેન રન બનાવશે પરંતુ તે દરેક ભારત માટે ફેલ રહ્યાં હતા. ચેતેશ્વ પુજારા, વિરાટ કોહલી અને અજીંક્ય રહાણે જેવા બેટ્સમેન પણ ફેલ રહ્યાં હતા. આખી ટીમ ફ્લોપ રહી હતી અને પુજારા પણ ખાસ કંઇ ઉકાળી શક્યો નહી. પહેલી ઇનિંગમાં 8 અને બીજીમાં 15 રન જ બનાવી શક્યો હતો
કેપ્ટન કોહલીએ પહેલી ઇનિંગમાં 44 રન બનાવ્યા હતા પરંતુ બીજી ઇનિંગમાં તેમનુ બેટ પણ ખાસ રન કરી શક્યુ નહી. 13 રન કરીને આઉટ થઇ ગયો હતો. રહાણેએ પહેલી ઇનિંગમાં 49 અને બીજીમાં માત્ર 15 રન જ બનાવ્યા હતા.
બોલર્સ પણ રહ્યાં ફ્લોપ
રવિન્દ્ર જાડેજા પાસેથી આ મૅચમાં સારા પ્રદર્શનની આશા હતી પરંતુ બીજા સ્પિનર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તેણે ખાસ કંઇ ઉકાળ્યુ નહી.
ઋષભ પંતની તબિયત ખરાબ, મેચ ન રમી શક્યો
વિકેટકિપર ઋષભ પંત તબિયત ખરાબ હોવાને કારણે મેચ રમી શક્યો નહોતો. તેની જગ્યાએ ઋદ્ધિમાન સાહા વિકેટકિપિંગ કરવા આવ્યો હતો. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ સાઉથમપ્ટનના ધ એજિસ બાઉલ સ્ટેડિયમાં રમાઈ હતી. ભારતનો બીજો દાવ ફક્ત 170 રનોમાં પૂરો થઈ ગયો હતો અને આ રીતે ટીમ ઈન્ડીયાએ ન્યૂઝીલેન્ડને જીત માટે 139 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
24 ઓવર પછી કીવી ટીમનો સ્કોર થયો 60-2
24 ઓવર પછી ન્યૂઝીલેન્ડનો સ્કોર 60 રનમાં 2 વિકેટ હતો. ટેલરે અશ્વિનની એક ઓવરમાં બે ચોગ્ગા લગાવ્યાં હતા.
અશ્વિને બનાવ્યો અનોખો રેકોર્ડ
અશ્વિને ફાઈનલમાં ન્યૂઝીલેન્ડની સામે બન્ને ઈનિંગ્સમાં પહેલી વિકેટ લીધી. અશ્વિન 2010 પછી ઈંગ્લેન્ડમાં આવું 2 વાર કરનાર પહેલો બોલર બની ગયો છે. 2010 પછી અત્યાર સુધી ઈંગ્લેન્ડમાં 3 વખત સ્પિનર્સે બન્ને ઈનિગ્સમાં પહેલી વિકેટ લીધી છે.