
બનાસકાંઠા
ભાજપના વિકાસ રથને કોઈ રોકી શકશે નહીં : પુરુષોત્તમ રૂપાલા
ડીસાના ઝેરડામાં ભાજપ ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા યોજાઈ
Gujarat Election 2022 : ડીસા તાલુકાના ઝેરડા ગામે ભાજપની જન સમર્થન સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આગવી શૈલીમાં ગુજરાતમાં ભાજપના રથને રોકી શકે એવું કોઈ ચિન્હ હજુ મળ્યું નથી. આ વખતે બાવળિયાને જે રીતે જેસીબીથી ઉખાડીએ એમ કોંગ્રેસને ઉખાડી ફેંકવા લોકોને આહવાન કર્યું હતુ.
ઝેરડા ગામે આજે ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની જાહેર સભાનું આયોજન કરાયું હતુ. આ સભામાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, ડીસા તાલુકા પંચાયત પ્રમુખ ગલાબજી ઠાકોર, કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ ફુલચંદ કચ્છવા, નિર્મલપુરી માતાજી, ડો.રીટાબેન પટેલ સહિત ભાજપના આગેવાનો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સભાને સંબોધતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં તેઓ પ્રથમ તબક્કાના મત વિસ્તારમાં તમામ જગ્યાએ સભાઓ કરીને આવ્યા છે. પરંતુ હજુ સુધી ભાજપના વિકાસ રથને રોકી શકે તેવું કોઈ ચિન્હ મળ્યું નથી. જે રીતે બાવળિયાને જેસીબીથી ઉખાડીને ફેકીએ છીએ તે રીતે આ વખતે કોંગ્રેસને ઉખાડીને ફેંકી દેવા માટે લોકોને આહવાન કર્યું હતું. ભાજપમાંથી બળવો કરી અપક્ષ ચૂંટણી લડી રહેલા લેબજી માટે પણ જણાવ્યું હતું કે, લેબજીએ એવું ન કરવું જોઈએ. જીતી જાય તો પણ અપક્ષે ક્યાં જવાનું ? સરકાર ભાજપની જ બનવાની છે. દિલ્હી બાજુ સડકો જ બંધ છે, તમારે વાયા મીડિયા કામ માટે અમારી પાસે આવવું એના કરતાં સીધા રસ્તે પ્રવિણને સાથ આપી તેની સાથે આવવું જોઈએ તેમ જણાવ્યું હતું. છેલ્લે ‘જય ભવાની, કોંગ્રેસ જવાની’ના નારા લગાવી સભાની પૂર્ણ કરી હતી.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
Letter to PM : પ્રધાનમંત્રીજી તમે બહુ મોંઘવારી કરી નાંખી ! નાનકડી બાળકીનો પીએમને પત્ર
Big Question : ક્યારે જાગશે પોલીસ ખાતું અને સરકાર !!! હજી કેટલા લોકોના ભોગ લેવાશે !!!
World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા