Saturday, October 8, 2022

Home તાજા સમાચાર Electricity Bill : અરે બાપ રે ! 3419 કરોડનું વીજળી બિલ ! જોતાં જ લાગ્યો ઝટકો…

Electricity Bill : અરે બાપ રે ! 3419 કરોડનું વીજળી બિલ ! જોતાં જ લાગ્યો ઝટકો…

0
Electricity Bill : અરે બાપ રે ! 3419 કરોડનું વીજળી બિલ ! જોતાં જ લાગ્યો ઝટકો…
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

ગ્વાલિયર

Electricity Bill : મળતી માહિતી અનુસાર મધ્ય પ્રદેશના ગ્વાલિયરની રહેવાસી પ્રિયંકા ગુપ્તાને જ્યારે 3,419 કરોડ રૂપિયાનું વીજળીનું બિલ આવતા તે ચોંકી ગઈ હતી. વીજળી બિલની આટલી મોટી રકમ વિશે સાંભળીને પ્રિયંકા ગુપ્તાના સસરા બીમાર પડી ગયા હતા.

આ મામલે મધ્યપ્રદેશ સરકાર સંચાલિત વીજ કંપનીએ તેના માટે “માનવીય ભૂલ” ને જવાબદાર ગણાવી છે. તેમજ ગ્વાલિયર શહેરની શિવ વિહાર કોલોનીમાં રહેતા ગુપ્તા પરિવારને રાહત આપતા રૂપિયા 1,300નું સાચું સુધારેલ બિલ જાહેર કરવામાં આવ્યું છે. પ્રિયંકા ગુપ્તાના પતિ સંજીવ કાંકણેએ જણાવ્યું હતું કે જુલાઈના વીજળી બિલમાં ઘરેલું વપરાશની રકમ જોઈને તેમના પિતા બીમાર પડ્યા હતા.

તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે 20 જુલાઈના રોજ મધ્યપ્રદેશ સરકાર સંચાલિત વીજ કંપનીએ જાહેર કરેલ વીજળીનું બિલ મધ્યપ્રદેશ મધ્ય ક્ષેત્ર વિદ્યુત વિતરણ કંપનીના પોર્ટલ દ્વારા ક્રોસ વેરિફાઈ કરવામાં આવ્યું હતું, પરંતુ તે સાચું હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે કહ્યું કે બાદમાં વીજ કંપનીનું ધ્યાન દોરતા રાજ્યની વીજળી કંપનીએ તે બિલમાં જરૂરી સુધારો કર્યો હતો. વીજકંપનીના જનરલ મેનેજર નીતિન માંગલિકે જંગી વીજ બિલ માટે માનવીય ભૂલને જવાબદાર ગણાવી અને કહ્યું કે સંબંધિત કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

સમગ્ર ઘટનાક્રમમાં કર્મચારી દ્વારા વીજ બિલ તૈયાર કરવાના સૉફ્ટવેરમાં વપરાશમાં લેવાયેલા યુનિટની જગ્યાએ ગ્રાહક નંબર દાખલ કરી દીધો હતો, જેને કારણે વીજળી બિલ કરોડોમાં આવી ગયું હતું. ત્યારબાદ વીજ કંપનીને ભૂલ સમજાતા ગ્રાહકને સુધારેલ 1,300 રૂપિયાનું સાચું બિલ આપવામાં આવ્યું છે,” તેમ તેમણે કહ્યું.

એમપીના ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરે કહ્યું કે ભૂલ સુધારી લેવામાં આવી છે અને સંબંધિત કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

World Athletics Championships 2022 : નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, ભારત માટે ઈતિહાસ રચ્યો
CM Yogi in Hyderabad : ઓવૈસીના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ, યોગી આદિત્યનાથે ભાગ્ય લક્ષ્મી મંદિરમાં કરી પૂજા
Maharashtra Politics : મહારાષ્ટ્રમાં આજથી શિંદે જૂથની ખરી કસોટી, સ્પીકરની ચૂંટણી અને ફ્લોર ટેસ્ટ પર નજર
FASTAG Fraud : ગાડીની સફાઈ કરનારાઓથી સાવધાન, તમારું બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

Bribery Case : બનાસકાંઠાના વાસણ (ધાણધા) ગ્રામ પંચાયતના સરપંચ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલ વાસણ (ધાણધા) ગ્રામ પંચાયતના સરપંચ 50000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા. Bribery Case : એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ નોંધાવવામાં...

Shastra Pujan : ગાંધીધામ ખાતે શિણાય હેડ કવાર્ટરમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકે કર્યું શસ્ત્ર...

કચ્છ https://youtu.be/dLuUsnbOYfo ગાંધીધામ ખાતે શિણાય હેડ કવાર્ટરમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ શસ્ત્રનું કર્યુ પૂજન Shastra Pujan : શસ્ત્રો પ્રજાના જાન-માલના રક્ષણ માટે અતિ આવશ્યક અને...

Accused Arrested : ડીસાના ધનાવાડા ગામે મહિલાનું મકાન સળગાવનાર ઈસમ પકડાયો

બનાસકાંઠા ડીસાના ધનાવાડા ગામે મહિલાનું મકાન સળગાવનાર ઈસમ પકડાયો Accused Arrested : ડીસાના ધનાવાડા ગામે મહિલાનું મકાન સળગાવનાર ઈસમ પકડાયો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ધનાવાડા...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us