
જામનગર ના મોડપર ગામે શનિદેવ મહારાજ મંદિર ખાતે મહંત શ્રી કલ્યાણનાથજી બાપુ ગુરૂ શ્રીવૈદનાથજી બાપુ ના વડપણ હેઠળ શનિવારે પોષવદ અમાસ ને દિવસે મહાપ્રસાદ નું આયોજન કરેલ જેમાં 400 જેવા ભક્તો,સેવકો એ પ્રસાદ નો લાભ લિધો હતો.
અહીં એક ગાય છે જેનું મહત્વ પણ અલગ છે આ સ્થળ પર આવનાર ભક્તો આ ગાયમાતા ના કાન માં પોતાની ઈચ્છાઓ કે તકલીફ હોય તો જણાવો તો આ ગૌમાતા ના આશીર્વાદ થી લોકો ના દુખ દર્દ અને ચિંતા પરેશાની અને લોકો એ ધારેલ કાર્યો માં સફળતા મળી રહે છે.

આ મંદિર જામનગર ના કાલાવડ રોડ પર મોડપર ગામે આવેલ છે જેમાં મચ્છુમા નો જુનો થડો આવેલ છે જેના આશિર્વાદ વિશેષ ભરવાડ સમાજ લેવા આવે છે અને દરેક ધર્મ પ્રેમીઓ ની મનોકામનાઓ માતાજી પુરી કરે છે.
શનિદેવ મહારાજ નું આ મંદિર ખુબ ચેતનવંતુ છે અને શનિદેવ ને ન્યાય ના દેવતા કહેવાય છે જ્યારે જ્યારે લોકો ની વિકટ પરિસ્થિતિ થય જાય છે એ સમયે શનિદેવ મહારાજ ની પુજા અર્ચના કરવામાં આવે તો દુખી લોકો ના દુઃખ ચિંતા પરેશાની માં રાહત મળે છે…
+1