Saturday, May 21, 2022

Home કારકિર્દી પંચમહાલ જિલ્લા કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા જૂની પેન્શન યોજનાની માંગ સાથે ડૉ.બાબાસાહેબ આંબેડકર જન્મ જ્યંતીની ઉજવણી

પંચમહાલ જિલ્લા કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા જૂની પેન્શન યોજનાની માંગ સાથે ડૉ.બાબાસાહેબ આંબેડકર જન્મ જ્યંતીની ઉજવણી

0
પંચમહાલ જિલ્લા કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા જૂની પેન્શન યોજનાની માંગ સાથે ડૉ.બાબાસાહેબ આંબેડકર જન્મ જ્યંતીની ઉજવણી
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

પંચમહાલ

પંચમહાલ જિલ્લા કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરની 131 મી જન્મ જ્યંતીની ઉજવણી નિમિત્તે પેંશન બંધારણ અધિકાર દિવસ તરીકે બી.આર.સી.ભવન શહેરા ખાતે ઉજવણી કરવામાં આવી.

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા પ્રેરિત પંચમહાલ જિલ્લા કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 131 મી જન્મ જ્યંતીની ઉજવણી નિમિત્તે જૂની પેંશન યોજના લાગુ કરવાની માંગ સાથે પેંશન બંધારણ અધિકાર દિવસ તરીકે બી.આર.સી.ભવન શહેરા ખાતે ઉજવણી કરવામાં આવી. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં માન.ડૉ.બાબાસાહેબ આંબેડકરની ફોટો છબીને ફુલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરી સંકલ્પ પત્ર વંચાણે લઈ જૂની પેંશન યોજના મેળવવા દ્રઢ વિશ્વાસ સાથે સંકલ્પ કરવામાં આવ્યો.

ડૉ.કલ્પેશ આર.પરમાર બી.આર.સી.કો.ઓર્ડીનેટર, સમગ્ર શિક્ષા, શહેરા, સરદારભાઈ વણઝારા બીટ કેળવણી નિરીક્ષક નાંદરવા, NOPRUF ના જિલ્લા પ્રમુખ તુષાર પટેલ, શિક્ષક ઘટક સંઘ પ્રમુખ અનૌપસિંહ બારીઆ, મંત્રી વિનોદભાઈ માછી, જિલ્લા ઉપ પ્રમુખ કીર્તિભાઈ પટેલ, કોશાધ્યક્ષ રામાભાઈ પાટીદાર, ઉપ પ્રમુખ અહેમદભાઈ પટેલ, શનાભાઈ ડામોર વગેરેએ 14 એપ્રિલ માન.ડૉ.બાબાસાહેબ આંબેડકરની 131 મી જન્મ જ્યંતી ઉજવણી અંતર્ગત બાબા સાહેબના બંધારણના ઘડવૈયા તરીકે કરેલ રાષ્ટ્ર હિતના કાર્યો યાદ કરી બિરદાવી સૌને પ્રેરણાત્મક સંબોધન કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સૂત્રોચ્ચાર, સંકલ્પ અને બેનર સાથે પોતાની રજૂઆત વિધાનસભા સુધી પહોંચે તેવી અપેક્ષા રાખી હતી. તેમજ જૂની પેંશન યોજના સમગ્ર રાજ્ય સરકારના કર્મચારીઓનો પોતાનો અધિકારી હોઈ તે મેળવા શહેરા વિધાનસભા 124 ના માન.ધારાસભ્ય તેમજ માન.વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડને આવેદન પત્ર આપવાની હાંકલ કરી હતી. માધ્યમિક આચાર્ય સંઘ પ્રમુખ અરવિંદભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં પિંકેશભાઈ પટેલ, અર્જુનસિંહ બારીઆ ચેરમેન, ધી શહેરા શિક્ષક કર્મચારી સહકાર મંડળી લિ., પરેશભાઈ પટેલ, ભુપેન્દ્રસિંહ સોલંકી, બાબુભાઈ વણઝારા, અન્ય હોદ્દેદારો સક્રિય રહ્યા હતા.

તેમજ 350 જેટલી મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ – બહેનો પોતાનો અધિકાર જૂની પેંશન યોજના મેળવવા માટે ઉપસ્થિત કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર સંચાલન વિનોદભાઈ માછી તેમજ આભાર વિધિ નટવરસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. સૌના માટે ચા કોફી તેમજ આઈસ્ક્રીમની વ્યવસ્થા શિક્ષક ઘટક સંઘ દ્વારા કરવામાં આવી હતી. ડૉ.કલ્પેશ આર.પરમારે જૂની પેંશન યોજના અધિકારમાં સહભાગી થનાર સૌને અભિનંદન પાઠવ્યા હતા.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
ભાજપનું ઓપરેશન યુવ’રાજ’ : યુવરાજસિંહ જાડેજા જેલમાંથી બહાર આવતાની સાથે ‘આપ’ પાર્ટી છોડી શકે છે
BIG BREAKING : હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત : ચૂંટણી લડી શકશે
પોતાના બાળકને આજે જ કલેકટર બનાવવા માંગતા વાલીઓ માટે સૂચન : મનોજકુમાર જૈન
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

લખપત તાલુકાના પી.સી.પટેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમા કોરા કાગળો ઉપર ખોટી સહીઓ કરાવી ને વર્કરો...

પ્રાપ્ત વિગતો અનુસાર લખપત તાલુકાના માતાના મઢ ખાતે આવેલી જી.એમ.ડી.સી. લી. પ્રોજેક્ટ મા પેટા કોન્ટ્રાક્ટ તરીકે આવેલી પી.સી.પટેલ પ્રાઇવેટ લિમિટેડ કંપની મા મસીન ઓપરેટર...

પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ...

પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક ઝડપાઇ. એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ કરી રાજ્યમાં ડ્રગ્સ પકડાવાના સિલસીલા વચ્ચે પાલનપુર-ડીસા હાઈવે પરથી બનાસકાંઠા...

વિદેશી તથા દેશી દારૂ બનાવતા/વેચાણ કરતા ઇસમો પર કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ...

એલ.સી.બી. માં નવનિયુક્ત પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એન.રાણા એલ.સી.બી.નાઓની ચાર્જ સાંભળતા ની સાથે દેશીદારૂ વેંચતા બુટલેગરો પર તવાઈ. રાણા સાહેબ ની આગેવાનીમાં અલગ અલગ ટીમો દ્વારા દેશી...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us