Monday, June 27, 2022

Home ગુજરાત શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video

શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video

0
શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ પર વળતો પ્રહાર : Watch Video
આ આર્ટિકલ શેર કરવા અહિં ક્લિક કરો

દિલ્હી

શિક્ષણ વ્યવસ્થા પર રાજકારણ ગરમાયું, દિલ્હીમાં ‘આપ’ પર ભાજપ સાંસદનો વળતો પ્રહાર

ગતરોજ દિલ્હીના ડેપ્યુટી મુખ્યમંત્રી ગુજરાતમાં સરકારી શાળાઓની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેમણે ગુજરાતનાં શિક્ષણમંત્રીના જ ગઢ એવા ભાવનગરમાં અમુક સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી, અને શાળાઓની સ્થિતિ મામલે ગુજરાત સરકારના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને શિક્ષણ વ્યવસ્થા બાબતે પાઠ ભણાવ્યો હતો. ત્યારે બીજી તરફ દિલ્હીથી ભાજપના સાંસદોએ પણ દેશની રાજધાની દિલ્હીની સરકારી શાળાઓમાં રેડ પાડી હતી. અને ભાજપ દ્વારા દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાને લઈને પ્રશ્નો પૂછ્યા હતા. તેથી શિક્ષણ વ્યવસ્થા મામલે ભાજપ અને આમ આદમી પાર્ટીનું શિક્ષણયુદ્ધ જામી ગયું છે.

જીતુ વાઘાણીને ચેલેન્જ કર્યા મુજબ સોમવારના રોજ મનિષ સિસોદિયા ગુજરાતની સરકારી સ્કૂલની સ્થિતિ જોવા પહોંચ્યા હતા, ત્યાં બીજી તરફ દિલ્હીથી ભાજપ સાંસદ પરવેશ સાહિબ વર્માએ ત્યાંની સરકારી શાળાઓની મુલાકાત લઈને તેના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. અનેક વીડિયો તેઓએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર શેર કર્યાં હતા. જેમાં તમે જોઈ શકો છો, કે પરવેશ વર્મા એક પછી એક દિલ્હીની સરકારી શાળાઓની મુલાકાત લઈ રહ્યાં છે અને કહી રહ્યાં છે કે, કેજરીવાલને દિલ્હીની શાળાઓ દેખાતી નથી. તેઓ કહી રહ્યાં છે કે, અમે શિક્ષણનું બજેટ બે ગણું વધારી દીધું, પરંતુ દિલ્હીની શાળાઓની શું પરિસ્થિતિ છે, એ આપ પોતે જોઈ શકો છો.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા બિઝનેસ ક્લાસની ટિકિટ લઈને ગુજરાત જઈ રહ્યાં છે. ભાજપ સાંસદ પ્રવેશ વર્મા સરકારી સ્કૂલ આગળ લાગેલા બેનર આગળ જઈને કહી રહ્યાં છે કે, કેજરીવાલ પંજાબમાંથી નવરા જ નથી પડતા. આજે સિસોદિયા ગુજરાત પહોંચ્યા છે, જ્યારે સત્યેન્દ્ર જૈન હવાલાનો ધંધો કરી રહ્યાં છે. કેજરીવાલે માત્ર કરોડો રૂપિયાની જાહેરાતો આપીને દિલ્હીવાસીઓને ગેરમાર્ગે જ દોર્યા છે. આટલું જ નહીં, અન્ય એક ટ્વીટમાં સ્કૂલના શિક્ષક અને વિદ્યાર્થીઓ જ દિલ્હીના શિક્ષણ મૉડલની પોલ ખોલી રહ્યાં છે. વર્માએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરતાં લખ્યું છે કે, ના શિક્ષક, ના અભ્યાસ, ના પાણી. વિદ્યાર્થીઓ ખુદ બતાવી રહ્યાં છે, દિલ્હીની શાળાઓની હકીકત.

બીજા એક ટ્વીટમાં વીડિયો શેર કરીને તેઓ કહી રહ્યાં છે કે, દિલ્હીની શાળાઓમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યાં છે. શું આપ નેતાઓ પોતાના બાળકોને આ શાળાઓમાં અભ્યાસ કરવા માટે મોકલશે?

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું કે, જે લોકોને અહીંની શાળામાં ન ફાવતું હોય, તે બીજા રાજ્યમાં જતાં રહે. જેની તરત જ પ્રતિક્રિયા આપતા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને લાગ્યું કે, ગુજરાતનું શિક્ષણ કેવું છે? તે તેમણે જાતે જ જાણવું પડશે. તેથી તેમણે ભાવનગરના હાદાનગર પ્રાથમિક શાળા નંબર 62ની મુલાકાત લીધી હતી. શાળાઓની મુલાકાત લીધા બાદ મનિષ સિસોદિયાએ આ શાળાઓમાં ત્રુટિઓ કાઢતા ગુજરાતનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પર પોતાનો નિશાનો સાધ્યો હતો. ઉપરાંત, શાળાઓ તૂટેલી-ફૂટેલી, ગંદી અવસ્થામાં તથા ટોયલેટ-બાથરૂમની પણ વ્યવસ્થા નથી, જેવા આરોપો લગાવવામાં આવ્યા હતા.

જીતુ વાઘાણીના સમર્થકોએ ‘આપ’ને સોશિયલ મીડિયા પર આપ્યો જવાબ

જેવી મનિષ સિસોદિયાએ ગુજરાત મુલાકાત લીધી કે તરત જ જીતુ વાઘાણીના સમર્થકો સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગયા હતા. મનિષ સિસોદિયાએ આપેલ નિવેદન, જર્જરિત શાળાની બિલ્ડિંગ તેમજ તડકામાં અભ્યાસ કરતાં બાળકોના દ્રશ્યો સામે આવ્યા બાદ જીતુ વાઘાણીના સમર્થકો હવે સોશિયલ મીડિયા પર “મારી શાળા, મારું ગૌરવ” ના નામે સારી શાળાઓના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે.

એટલું જ નહીં, પરંતુ ભાવનગર શિક્ષણ સમિતિના સભ્યો અને પદાધિકારીઓએ પણ સોશિયલ મીડિયા પર સારી શાળાઓના ફોટાઓ શેર કર્યા છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આમ આ રીતે આપને ભાજપ દ્વારા જવાબ આપવામાં આવી રહ્યો છે. હવે, આ શિક્ષણયુદ્ધ ક્યાં જઈને થોભશે, તે જોવું રહ્યું.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.

મોંઘવારીએ તો જબરી કરી ! તસ્કરોએ કરી 50 કિલો લીંબુની ચોરી, જુઓ ક્યાં બની આ ઘટના?
હદ થઈ ગઈ ! દારૂ પીધેલી હાલતમાં બે નમૂનાઓએ એકબીજા સાથે જ લગ્ન કરી લીધા
ભગવાન રામનો જન્મ ન થયો હોત તો રાજકારણમાં BJP કયો મુદ્દો ઉઠાવત : ઉદ્ધવ ઠાકરે
ચાલતી ગાડીમાંથી ગાયો ફેંકતા ગૌતસ્કરો : ગૌરક્ષકો પર કરી અંધાધૂંધ ફાયરિંગ : 5 ને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા
દેવભૂમિ દ્વારકામાં રામનવમી નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક ઝંડાને આગ ચાંપી

0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Also Read

International Yoga Day : ખેડબ્રહ્માના શેઠ કે.ટી.હાઈસ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી

સાબરકાંઠા આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 ની ભવ્ય ઉજવણી શેઠ કે.ટી.હાઈસ્કૂલ, ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવી. International Yoga Day : જેમાં ખેડબ્રહ્મા ન.પાલિકા પ્રમુખ સાગરભાઈ પટેલ,...

Fire in Panjarapol : બોટાદ શહેરના તુરખા રોડ ઉપર આવેલ પાંજરાપોળમાં લાગી આગ

બોટાદ https://youtu.be/Ef-cPfFa8Xg બોટાદ શહેરના તુરખા રોડ ઉપર આવેલ પાંજરાપોળમાં લાગી આગ Fire in Panjarapol : દામુભાઈની વાડીમાં આવેલ પાંજરાપોળના ગોડાઉનમાં લાગી આગ. ઘાસ ચારાના ગોડાઉનમાં આગ લાગતા...

Bus Accident : મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ST બસ ખાડામાં ઉતરી

સુરત https://youtu.be/UHDGvur5Qzg મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર તરકાણી ગામની સીમમાં એસ.ટી.બસ રોડની સાઇટે ઉતરી સદનીસબે જાનહાનિ ટળી. Bus Accident : મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર જંગલ વિસ્તારમાં...
Powered By Indic IME
error: Content is protected !!
0
Would love your thoughts, please comment.x
()
x

Advertise With Us

    Advertise With Us