
બનાસકાંઠા
લાખણીમાં ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને લઈ વાંધાજનક વીડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો
વિધર્મી યુવકે જાહેરમાં માફી માંગતા મામલો થાળે પડ્યો
બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક લાખણી ખાતે ફિલ્મ ‘ધ કશ્મીર ફાઈલ્સ’ મુદ્દે વિધર્મી યુવકે સોશ્યલ મીડિયામાં આપત્તિજનક ટિપ્પણી કરતા વિવાદ થયો હતો. જો કે વિધર્મી યુવકે માફી માંગતા મામલો થાળે પડયો હતો.
કાશ્મીરી પંડિતોના નરસંહારને રજૂ કરતી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ’ સમગ્ર દેશમાં ધૂમ મચાવી રહી છે. જે ફિલ્મે કમાણીનો રેકોર્ડ સર્જી દીધો છે. જેને લઈ આક્ષેપ- પ્રતિ આક્ષેપોથી રાજકારણ પણ ગરમાયુ છે. ત્યારે તાલુકા મથક લાખણી ખાતે વિધર્મી યુવકે આ ફિલ્મને અનુલક્ષીને ધર્મના નામે સોશ્યલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરી હતી. જે પોસ્ટ વાયરલ થતા હિન્દૂ ધર્મ પ્રેમીઓની લાગણી ઘવાઈ હતી. જેને લઈ વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. જો કે મુસ્લિમ યુવકે હિન્દૂ અને મુસ્લિમ આગેવાનોની હાજરીમાં ભૂલ કબૂલી માફી માંગતા આખરે મામલો થાળે પડ્યો હતો.
નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
ગુજરાત રાજકારણમાં ભૂકંપ : આદિવાસી નેતા મહેશ વસાવા અને કેજરીવાલ વચ્ચે થઈ બેઠક
કશ્મીર પ્રીમિયર લીગ વિવાદ : હર્ષલ ગિબ્સે લગાવ્યો જય શાહ પર ધમકી આપવાનો આરોપ
મોદી સરકારનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય : ગરીબ કલ્યાણ અન્નયોજનાની મુદતમાં કરાયો વધારો
એક અમાનવીય ઘટના : એક બાપે દીકરીના મૃતદેહને ઊંચકીને 10 કિલોમીટર ચાલવું પડ્યું !