
બનાસકાંઠા
જુના ડીસા ખાતે મોબાઈલની દુકાનમાં ચોરી કરનાર રાજસ્થાની તસ્કર ઝડપાયો
રૂરલ પોલીસે રૂ.૪૪,૯૫૭ નો મુદ્દામાલ પણ કબજે કર્યો
ડીસા તાલુકાના જુનાડીસા ગામે દસ દિવસ અગાઉ રાત્રીના સમયે મોબાઇલની દુકાનમાં થયેલ ચોરીના વણ શોધાયેલ ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢી રૂરલ પોલીસે એક આરોપીને ચોરીમાં ગયેલ પૈકી રૂ.૪૪,૯૫૭ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
આ સમગ્ર ચોરીના બનાવની હકિકત એવી છે કે, ગત તા.૧૬-૧૭/૦૩/૨૦૨૨ ના રોજ રાત્રીના સમયે ડીસા તાલુકાના જુનાડીસા ગામે ‘‘કુમકુમ મોબાઇલ રીપેરીંગ’’ નામની મોબાઇલની દુકાનના કોઇ અજાણ્યા ઇસમોએ તાળા તોડી તેમાંથી મોબાઇલ ફોન તથા એસેસરીઝ મળી કુલ કિં.રૂા. ૮૬,૬૫૪/- ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયેલ.જે બાબતની ફરીયાદ પંકજકુમાર સીતારામભાઇ ઠક્કરે (રહે. ઝાબડીયા, તા.ડીસા) ગત તા.૧૭/૦૩/૨૦૨૨ ના રોજ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ.
જે વણ શોધાયેલ ચકચારી ગુન્હાની તપાસ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. જે. ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ પી.એલ.આહિર તથા રૂરલ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ ગુન્હો શોધી કાઢવા પ્રયત્નશીલ હતો.દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી આધારે વોચ રાખી ચોરી કરનાર ઇસમો પૈકી આરોપી જીતેન્દ્રસિંહ અમરસિંહ રાવ (બારોટ), રહે. ભીનમાલ, જિલ્લા – ઝાલોર (રાજસ્થાન) ને ચોરીમાં ગયેલ રૂ.૪૪,૯૫૭ ના મુદ્દામાલ તથા એક મોટર સાઇકલ સાથે પકડી પાડી ચોરીનો ગુન્હો ગણતરીના દિવસોમાં શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
(૧) જીતેન્દ્રસિંહ અમરસિંહ રાવ (બારોટ), ઉ.વ.૨૩, ધંધો- વેપાર, રહે. ઝુઝાની રોડ, ભીનમાલ, તા.ભીનમાલ, જિલ્લા – ઝાલોર (રાજસ્થાન). હાલે રહે. શ્રીનાથ સોસાયટી, બીજી ગલી, ધાનેરા, તા.ધાનેરા, જિલ્લો – બનાસકાંઠા.
પકડવાના બાકી આરોપીઓ
(૧) બશીરઅહેમદ મહમદ હનીફ મોયલા (મુસ્લમાન), રહે. બુખારી નગર સોસાયટી, ભિનમાલ, તા. ભીનમાલ, જિલ્લો – ઝાલોર (રાજસ્થાન).
(૨) વિક્રમ ઉર્ફે સાવલારામ ચૌધરી, રહે. ધાનેરા, તા.ધાનેરા, જિલ્લો – બનાસકાંઠા
નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને G9 Live News ની અન્ય ન્યૂઝ સાથે જોડાઓ.
ગુજરાત રાજકારણમાં ભૂકંપ : આદિવાસી નેતા મહેશ વસાવા અને કેજરીવાલ વચ્ચે થઈ બેઠક
કશ્મીર પ્રીમિયર લીગ વિવાદ : હર્ષલ ગિબ્સે લગાવ્યો જય શાહ પર ધમકી આપવાનો આરોપ
મોદી સરકારનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય : ગરીબ કલ્યાણ અન્નયોજનાની મુદતમાં કરાયો વધારો
એક અમાનવીય ઘટના : એક બાપે દીકરીના મૃતદેહને ઊંચકીને 10 કિલોમીટર ચાલવું પડ્યું !